News Continuous Bureau | Mumbai
Devendra Fadnavis: ગઈ કાલે મુંબઈ (Mumbai)ના કાંદિવલી (Kandivali) સ્થિત પી. પૂ સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતની અગ્રણી ઉપસ્થિતિમાં ‘સુવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા ધનકુંવરબેન બાબુભાઈ ધકાણ હોસ્પિટલ અને રમાબેન પ્રવિણભાઈ ધકાણ કાર્ડિયાક સેન્ટરના નવા બિલ્ડીંગના ભવ્ય ઉદઘાટન સમારોહમાં મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવીસે (Devendra Fadnavis) ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશ સાગર, સુવર્ણા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી બાબુભાઈ ધાનક, મંત્રી મંગલ પ્રભાત લોધાજી, વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર, મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલાર, સાંસદ ગોપાલ શેટ્ટી ઉપસ્થિત રહ્યા હતા.
સુવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ (Suvarna Charitable Trust) દ્વારા ચલાવાતા આ હોસ્પિટલમાં તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. અને આ હોસ્પિટલમાં દરેક માટે સમાન સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરીબોની સેવા કરવા માટે બનાવવામાં આવેલી આ હોસ્પિટલ દ્વારા થાણે અને પાલઘર જિલ્લાના આદિવાસી વિસ્તારો (Tribal areas) ના દર્દીઓને હોસ્પિટલમાં લાવવાનું અને સંપૂર્ણ સારવાર આપ્યા બાદ તેમને ઘરે પાછા મૂકવાનું કામ પણ અહીં કરવામાં આવશે.
આ સાથે ટ્રસ્ટે ગરીબો માટે એક ફંડ બનાવવાની જોગવાઈ વિશે પણ વિચાર કરી રહી છે. જેથી જે લોકો આ હોસ્પિટલમાં ચેરિટી દ્વારા સુવિધા મેળવી શકતા નથી તેઓ આ ફંડ દ્વારા સારવાર મેળવી શકે.
આ સમાચાર પણ વાંચો : Navneet Nishan : ‘હમ હૈ રાહી પ્યાર કે’ ના એક સીન માટે નવનીત નિશાને કરી આમિર ખાનને આખો દિવસ કિસ,પછી થયું આવું! અભિનેત્રીએ સંભળાવ્યો મજેદાર કિસ્સો
મહારાષ્ટ્રમાં ₹5 લાખ સુધીની મફત આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે
ફણવીસે આ સમારોહમાં જણાવ્યુ હતુ કે અમારી સરકારે મહાત્મા ફૂલે જન આરોગ્ય યોજના (Mahatma Phule Jan Arogya Yojana) ને સાર્વત્રિક બનાવી છે. જે અંતર્ગત મહારાષ્ટ્રમાં ₹5 લાખ સુધીની મફત આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે. હવે આ યોજનામાં 1200 રોગોની સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ રાજ્યના 12 કરોડ લોકોને મફત આરોગ્ય વીમા કવચ (Free health insurance cover) મળવાના છે.
ફડવીસે આગળ જણાવ્યુ હતુ કે આ સેવા આરએસએસ (RSS) ના વિચારોથી પ્રેરિત છે. પૂજ્ય મોહન જીના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપવી એ આપણા માટે ગૌરવની સાથે સાથે જવાબદારીની પણ વાત છે. કારણ કે તેમના હસ્તે જે કાર્યનું ઉદ્ઘાટન થયું હતું, તેમાં સેવા અને ભક્તિની ભાવના ક્યારેય ઓછી ન થાય તેનું ધ્યાન આપણે રાખવાનું છે. આ હોસ્પિટલ પર મને પૂર્ણ વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સ્વસ્થ ભારતના સપનાને આગળ વધારવાનું કામ આ હોસ્પિટલ ચોક્કસપણે કરશે. હું યોગેશ જી અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.