Site icon

મહારાષ્ટ્ર સરકાર કોવિડ-19 રોકવામાં અસફળ, દેવેન્દ્ર ફડણવીસે વિરોધ પ્રદર્શન કરી 50,000 કરોડના પેકેજની માંગ કરી.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 મે 2020

ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળ કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં નિષ્ફળ ગઈ હોવાના વિરોધમાં મુંબઈમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે વરિષ્ઠ સાથીદાર વિનોદ તાવડે અને મુંબઇ ભાજપ અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢા સહિત પાર્ટીના અનેક નેતાઓ સાથે નરીમન પોઇન્ટ પર રાજ્ય પાર્ટી કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના નેતાઓએ માસ્ક પહેરી અને સામાજિક દૂરીનું પાલન કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં રાજ્ય સરકારને અસંગઠિત ક્ષેત્રના ખેડૂત, મજૂરો અને કામદારો માટે 50,000 કરોડના પેકેજની જાહેરાત કરવાની માંગ કરી હતી. લોકડાઉન વચ્ચે ખેડૂતોની સ્થિતિ વિશે બોલતા તેમણે કહ્યું: "ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. ખરીફ સીઝન શરૂ થઈ રહી છે. ખેડૂતો પાસે પૈસા નથી. ગામડામાં અને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે સરકારે રૂ. 50 હજાર કરોડનું પેકેજ જાહેર કરવું જોઈએ." મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ હોવાનો દાવો કરતા તેમણે કહ્યું: "દર્દીઓ સમયસર એમ્બ્યુલન્સ મેળવતા નથી. તેઓ 8 કલાક રસ્તાઓ પર બેસીને મરી જાય છે, ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં ખોરાક મળતો નથી અને હોસ્પિટલોમાં પથારી નથી. ખાનગી હોસ્પિટલો લાખોમાં ચાર્જ લે છે અને ગરીબ લોકો સારવાર ખર્ચ કરી શકતા ન હોવાથી  ફડણવીસે COVID-19 દર્દીઓની નિ: શુલ્ક સારવારની માંગ કરી અને કહ્યું કે કોરોનાના લક્ષણોવાળા દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવા જ જોઇએ. તેમણે જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલોમાં 80 ટકા પલંગની વ્યવસ્થા સરકારના દરે કરવામાં આવવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં 1,18,447 કેસ નોંધાયા છે, જેમાં એકલા મહારાષ્ટ્રમાં 41,642 કેસ નોંધાયા છે. મુંબઈમાં 25,000 થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે..

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version