ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
31 જુલાઈ 2020
એક તરફ સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક તરફ સતત નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, તો બીજી તરફ આ કેસની સીબીઆઇ તપાસ કરવાની માગ સતત ઉઠી રહી છે પરંતુ મહારાષ્ટ્ર સરકાર સતત તેને નકારી રહી છે, હવે આ મામલે મહારાષ્ટ્રના માજી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઝુકાવ્યું છે અને તેમણે આ કેસ ફેન્સ સાથે જોડાયેલો હોવાનું કહીને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે એક ટિ્વટ દ્વારા આ કેસ અંગે પોતાનો મત રજૂ કરીને બીજું કંઇ નહીં તો ઇડીને ECIR ની તપાસ કરવાથી અટકાવવું જોઈએ નહીં, કારણ કે તેમાં નાણાં પડાવવાની ઘટના સામે આવી છે. સાથે તેમણે સીબીઆઈની તપાસ કરવાની માગણી કરી રહેલી જનતાની ભાવનાઓને નજરઅંદાજ કરવા બદલ રાજ્ય સરકારની પણ ટીકા કરી હતી.
ઉલ્લેખનીય છે કે સતત સીબીઆઈ તપાસની માંગની વચ્ચે મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટ કર્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતની મોતની તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે નહીં. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું, "મુંબઈ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે." આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.
સુશાંતના મામલે તેના પિતા કે કે સિંહે કરેલી એફઆઈઆર બાદ બિહાર પોલીસની કાર્યવાહી ઝડપી બની છે. અંકિતા અને સુશાંતના રસોઈયાની પૂછપરછ બાદ બિહાર પોલીસ સુશાંતના નજીકના મિત્ર સિદ્ધાર્થ પિઠાણીયાની પણ પૂછપરછ કરશે. ત્યાર બાદ તેઓ રિયા અને તેના ભાઈની પણ પૂછપરછ કરશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com