News Continuous Bureau | Mumbai
હાલ ચાલી રહેલા અધિવેશનમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિરોધ પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભાને એક પેન ડ્રાઈવ સોંપી છે. આ પેન ડ્રાઈવને કારણે રાજકરણમાં ખળભળાટ મચી ગયો છે.
વિધાનસભાના અધ્યક્ષને સોંપવામાં આવેલી આ પેન ડ્રાઈવમાં ભાજપના નેતાઓ વિરુદ્ધ રચવામાં આવતા ષડયંત્રના પુરાવા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો :મહારાષ્ટ્રની હદનું પાણી ગુજરાતને આપવાનો સવાલ જ આવતો નથી, કોણે કહ્યું આમ.. જાણો અહીં…
ભાજપના દાવા મુજબ સરકારી વકીલ પ્રવિણ ચવ્હાણ ઠાકરે સરકારના અમુક પ્રધાનોના કહેવા પર ભાજપના મુખ્ય નેતાઓને ખોટા ગુનામાં સંડોવીને તેમની ધરપકડ કરાવતા હતા, જેમાં દેવેન્દ્ર ફડણવીસ, ગિરીશ મહાજન, સુધીર મુંગટીવાર, ચંદ્રકાંત પાટીલ, પ્રવીણ દરેકર, ચંદ્રકાંત બાવનકુળેને ટાર્ગેટ કરાયા હતા, જેના પુરાવા વિરોધીપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભા અધ્યક્ષને આપ્યા હતા.
સરકારી વકીલ પ્રવિણ ચવ્હાણ ખોટા ગુના દાખલ કરતા હતા અને ખોટા પંચનારા તૈયાર કરવાનું પ્લાનિંગ પણ તેઓ કરતા હતા, જેના વિડિયો પુરાવા પણ પેનડ્રાઈવમાં આપવામાં આવ્યા હોવાનું કહેવામાં આવે છે.