ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 માર્ચ 2021
વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડનવીસે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ને સપાટામાં લીધો છે. તેમણે દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરીને પ્રશ્ન પૂછ્યો કે જો એનઆઈએ મહત્વપૂર્ણ માહિતી મેળવી શકતો હોય તો પછી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અત્યાર સુધી શું કરતું હતું?
મનસુખ હિરેન હત્યાકાંડ અને મુકેશ અંબાણીના ઘરની નીચે વિસ્ફોટક મુકવા નો મામલો એકબીજાની સાથે જોડાયેલો હોવા છતાં આ મામલે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે શા માટે કોઈ તપાસ નથી કરી?
દેવેન્દ્ર ફડનવીસે એવા પ્રશ્નો પૂછ્યા કે જે સરકારને મૂંઝવી નાખે તેમ છે. ક્રાઈમ બ્રાન્ચ પછી હવે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ પણ સંશય ના દાયરામાં આવી ગયું.
