ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 ઓગસ્ટ 2020
બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મોટી જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ ચૂંટણીમાં “નિર્ણાયક” ભૂમિકા નિભાવશે એમ કહેવામાં આવ્યું છે. આ જાહેરાત બાદ ફડણવીસે ગુરુવારે મુંબઈથી વીડિયો કોન્ફરન્સ દ્વારા બિહાર ભાજપની કોર કમિટીની બેઠકમાં પણ ભાગ લીધો હતો.
વિધાનસભાની ચૂંટણીમાં તેમની ભૂમિકા શું હશે તે અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. ગઈકાલે ફડણવીસે બિહાર ભાજપની મુખ્ય સમિતિની વર્ચ્યુઅલ બેઠકમાં મુંબઈથી ભાગ લીધો હતો. જેમાં નાયબ મુખ્ય પ્રધાન સુશીલ મોદી, બિહાર ભાજપ અધ્યક્ષ સંજય જયસ્વાલ, અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય, બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિત બિહાર ભાજપ કોર કમિટીના 14 સભ્યો જોડાયા હતાં.. ફડણવીસ બિહાર ચૂંટણીને લગતી દરેક મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેશે, એમ પણ જણાવાયું હતું.
નોંધનીય છે કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાની છે અને વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 29 નવેમ્બરના રોજ પૂરો થવાનો છે. ચૂંટણી પંચે કોરોના વાયરસ રોગચાળાને કારણે બિહારમાં મતદાનની તારીખો અંગે હજી અંતિમ નિર્ણય લીધો નથી. પરંતું, રાજકીય પક્ષો પાસેથી સૂચનો માંગ્યા છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com