Site icon News Continuous Bureau | Mumbai

‘ક્ષેત્રીય’ રાજનીતિમાંથી દેવેન્દ્ર ફડણવીસ ‘રાષ્ટ્રીય’ રાજનીતિમાં.. આગામી બિહાર ચુંટણી માટે સોંપાઈ મોટી જવાબદારી..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

15 ઓગસ્ટ 2020 

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મોટી જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ ચૂંટણીમાં “નિર્ણાયક” ભૂમિકા નિભાવશે એમ કહેવામાં આવ્યું છે. આ જાહેરાત બાદ ફડણવીસે ગુરુવારે મુંબઈથી વીડિયો કોન્ફરન્સ દ્વારા બિહાર ભાજપની કોર કમિટીની બેઠકમાં પણ ભાગ લીધો હતો.

વિધાનસભાની ચૂંટણીમાં તેમની ભૂમિકા શું હશે તે અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. ગઈકાલે ફડણવીસે બિહાર ભાજપની મુખ્ય સમિતિની વર્ચ્યુઅલ બેઠકમાં  મુંબઈથી ભાગ લીધો હતો. જેમાં નાયબ મુખ્ય પ્રધાન સુશીલ મોદી, બિહાર ભાજપ અધ્યક્ષ સંજય જયસ્વાલ, અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય, બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિત બિહાર ભાજપ કોર કમિટીના 14 સભ્યો જોડાયા હતાં.. ફડણવીસ બિહાર ચૂંટણીને લગતી દરેક મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેશે, એમ પણ જણાવાયું હતું.

નોંધનીય છે કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી  ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાની છે અને વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 29 નવેમ્બરના રોજ પૂરો થવાનો છે. ચૂંટણી પંચે કોરોના વાયરસ રોગચાળાને કારણે બિહારમાં મતદાનની તારીખો અંગે હજી અંતિમ નિર્ણય લીધો નથી. પરંતું, રાજકીય પક્ષો પાસેથી સૂચનો માંગ્યા છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version