ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે ૨૦૨૧
શનિવાર
કોરોનાના ગંભીર સંકટના કાળમાં મોટા નેતાઓ વચ્ચે પત્રવ્યવહાર અને તેના ઉપર આરોપ-પ્રત્યારોપ શરૂ છે. હવે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે અને મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી છે.
ફડણવીસે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યું છે કે “જો ૧૩ મેના આંકડાને ધ્યાનમાં લઈએ તો દેશના કુલ કોરોના દર્દીઓમાં મહારાષ્ટ્રના દર્દીઓનું પ્રમાણ બાવીસ ટકા છે, જે સતત ૩૦ ટકા અને તેથી ઉપરનું રહ્યું છે. દેશમાં થયેલા કુલ મૃત્યુઓમાં મહારાષ્ટ્રનો હિસ્સો ૩૧ ટકા છે, જ્યારે સક્રિય દર્દીઓનો હિસ્સો ૧૪ ટકા છે. તેથી દેશમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતાં મહારાષ્ટ્રની સ્થિતિને અવગણી શકાય નહીં.” ફડણવીસે કહ્યું છે કે જો મહારાષ્ટ્રની પરિસ્થિતિમાં સુધારો થાય તો કેન્દ્ર સરકારનાં સંસાધનો પરની તાણ ઓછી થશે અને દેશમાં કોરોના સામેની લડત વધુ જોરશોરથીલડી શકાશે. આજે મહારાષ્ટ્રમાં ૧.૮૦ કરોડ રસી, ૮ લાખથી વધુ રેમડેસિવિઅર, ૧૭૫૦ મૅટ્રિક ટન ઑક્સિજન, ઘણાં વેન્ટિલેટર, બાયપેપ અને ઑક્સિજન કોન્સનટ્રેટર સહિતની સહાયની સૌથી વધુ સહાયપ્રાપ્ત થાય છે. તેમ છતાં પણ મોદીની ટીકા કરવી એ ઘણાના રાજકારણનું અંતિમ લક્ષ્ય છે.
તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર અને કેટલાંક માધ્યમોનું માનવું છે કે મુંબઈ જ મહારાષ્ટ્ર છે. મુંબઈમાં ઓછાઓછું અને એન્ટિજેન ટેસ્ટનો દર વધારીને એક નવું મૉડલ બનાવવામાં આવ્યું છે. અન્ય કારણોસર મૃત્યુઆંક રાજ્યના અન્ય જિલ્લાઓમાં ૦.૮ ટકા છે, જ્યારે એકલા મુંબઈમાં આ દર ૪૦ ટકા છે. દર વર્ષે મુંબઈમાં સરેરાશ ૮૮ હજાર મોત થાય છે. જોકેવર્ષ ૨૦૨૦માં ૨૦,૭૧૯ લોકો વધુ મૃત્યુ પામ્યા હતા. તેમાંથી ૧૧,૧૧૬ મૃત્યુ કોરોનામાં દર્શાવવામાં આવ્યા હતા. એટલે કે ખરેખર ૯૬૦૩ કોરોનાનાં મૃત્યુ છુપાવી દીધાં હતાં. આજે પણ આ ક્રમ ચાલુ જ છે. આજે પણ અંતિમવિધિ માટે પ્રતીક્ષા કરવી પડે છે. દેશમાં દરરોજ કોરોનાને કારણે ૪,૦૦૦ લોકોનાં મોત નોંધાયાં છે, તેમાંથી ૮૫૦ મહારાષ્ટ્રનાં છે અને સરકાર તેની પ્રશંસા કરવામાં વ્યસ્ત છે.