ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
અમદાવાદ
19 ઓગસ્ટ 2020
શ્રાવણી અમાસના દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાનનું અનેરૂ મહત્વ હોય છે. ગીર-સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે આજે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા, સામાજિક અંતર તો ન હોતું જળવાયું પરંતુ કોઈએ માસ્ક પણ પહેર્યા ન હતાં. આ સ્થળે નાના બાળકો અને વૃધ્ધોને ચેપ લાગવાનો સહુથી વધુ ખતરો હોવાં છતાં આ લોકો પણ અહીં જોવા મળ્યાં હતાં.
અરબી સમુદ્રના કિનારે બિરાજમાન સોમનાથ મહાદેવ વિશ્વનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. આ પવિત્ર ક્ષેત્રમાં કૃષ્ણ ભગવાનને છપ્પન કોટી યાદવોના ઉદ્ધાર માટે પવિત્ર ત્રિવેણી સંગમ ના કિનારે શ્રાદ્ધ કર્મ કર્યું હતું. કૃષ્ણ ભગવાને પોતાનો દેહ ત્યાગ પણ આજ કિનારે કર્યો હતો. આથી જ શાસ્ત્રોમાં પાંચ તીર્થ ક્ષેત્રોમાં ઉત્તમ તીર્થ પ્રભાસ ક્ષેત્ર કહેવાયું છે. અહીં સોમવતી અમાસે સ્નાન કરવાથી સાત જન્મોના પાપનું નિવારણ થાય છે, એવું શાસ્ત્રોમાં કહેવાયું છે..
આજરોજ શ્રાવણી અમાસ હોવાથી ત્રિવેણી સંગમમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તજનો સ્નાન કરી પીપળાના વૃક્ષને પાણી ચઢાવે છે. પરંતુ હાલ કોરોના નું સંક્રમણ વ્યાપ્ત છે. પરંતુ, લોકોને ચેપ લાગવાનો જરા પણ ભય ન હોય, એવી રીતે શ્રાવણી અમાસ ઉજવણી કરતા જોવા મળ્યા હતા. જેમાં સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com