News Continuous Bureau | Mumbai
DGVCL: ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.ના ( Gujarat Energy Development Corporation Ltd ) ગ્રાહકલક્ષી સેવાના ઉપક્રમે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.દ્વારા ગ્રાહકોને નવા વીજ જોડાણ ( Power connection ), નામોમાં ફેરફાર, લોડ વધારો-ઘટાડો સહિતની સેવાઓ ગ્રાહકોને ઘરબેઠા આંગળીના ટેરવે મળી રહે, ગ્રાહકોને DGVCL ઓફિસ જવાની જરૂર ન રહે તેવા આશયથી નાણા અને ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ( Kanubhai Desai ) તા.૧૦/૦૮/૨૦૨૩ના રોજ સેન્ટ્રાલાઈઝડ પ્રોસેસિંગ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું.
આ સેન્ટર શરૂ થવાથી DGVCLના તમામ વીજગ્રાહકોને રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક અને હંગામી સહિતના તમામ કેટેગરીના નવા વીજ જોડાણ, વીજભારમાં ફેરફાર, વીજશ્રેણીમાં ફેરફાર, નામમાં ફેરફાર, કામચલાઉ વીજ જોડાણ, ઇન્ફાસ્ટ્રક્ચર આધારિત વીજ જોડાણોની અરજીઓ https://portal.guvnl.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ સેન્ટરની સફળ કામગીરીને ધ્યાનમાં રાખી વીજગ્રાહકોને વધુને વધુ ગુણવત્તાયુક્ત સેવા મળી રહે, નાગરિકોના સમય અને નાંણાની બચત થાય, તે માટે DGVCL દ્વારા ” 2 Hours – 2 Days” એટલે કે “બે કલાક-બે દિવસ” નો કોન્સેપ્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં ગ્રાહક ઓનલાઈન અરજી ( Online application ) કરે એટલે ૨ કલાકની અંદર જ CPC દ્વારા અરજીનો સર્વિસ નંબર પાડી જે તે પેટા વિભાગીય કચેરીમાં અરજી મોકલવામાં આવે છે. નવા વીજ જોડાણ માટે ગ્રાહકે ફક્ત ઓળખપત્ર અને માલિકી પુરાવો આમ બેજ પુરાવાઓ રજૂ કરવાના હોય છે. પેટા વિભાગીય કચેરીએ વીજ જોડાણ માંગેલ સ્થળનું નિરીક્ષણ કરી અને જો હયાત વીજ માળખામાં કોઈપણ વધારાનો ફેરફાર કર્યા સિવાય માંગણી કરવામાં આવેલ લોડ મુજબ પાવર સપ્લાય આપી શકાય તેમ (A-કેટેગરી) હોય તેમજ અરજદારે અરજીની સાથે જ પોતે વીજ વપરાશ કરવા માટેનું જરૂરી વાયરીંગ કરાવી દીધા અંગેનો ટેસ્ટ રિપોર્ટ (Test Report) પણ જમા કરાવ્યો હશે તેવા કિસ્સામાં ફક્ત ૨ જ દિવસમાં વીજ જોડાણ મળી જશે. અરજદારોને ઝડપથી વીજ જોડાણ મળી રહે એવા આશયથી આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જેનો મહત્તમ લાભ લેવા ગ્રાહકો/અરજદારોને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : New Civil Hospital: નવી સિવિલ હોસ્પિટલને સેવાર્થે ભેટ મળેલા ૫૦ લાખના સોનોગ્રાફી મશીનથી દર્દીઓને મળી રહી છે ફિટલ મેડિસીનની સુપર સ્પેશિયાલિટી સુવિધા
તદુપરાંત જે વિજ-જોડાણો માટે વિજ માળખામાં ફેરફાર કરવાની કે નવી વિજ લાઈન નાખવાની જરૂરત હોય તેવા કિસ્સામાં (B,C અથવા D કેટેગરીમાં) ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (GERC) ની માર્ગદર્શિકા મુજબની સમય મર્યાદામાં જોડાણ આપવામાં આવે છે.
HT કનેક્શન ગેટવે: કૉલ કરો અને અરજી કરો
ઓનલાઈન એપ્લીકેશન અને સેન્ટ્રલાઈઝડ પ્રોસેસિંગ સેન્ટરના અમલીકરણ બાદ દક્ષિણ DGVCLનું ગ્રાહકલક્ષી સેવા તરફ વધુ એક કદમ, જેમાં ૧૦૦ કે.વી.એ. થી વધારે વીજ વપરાશવાળા ભારે દબાણ HT ના વીજજોડાણ અંગેની સેવાઓ માટે નવો અભિગમ The HT Connection Gateway:- Call & Apply નો અમલ કરવામાં આવ્યો છે.
જેમાં ભારે વીજ દબાણ ધરાવતા અરજદારો/ગ્રાહકોને નવા વીજ જોડાણ, હયાત જોડાણના લોડમાં વધારો/ઘટાડો જેવી સુવિધાઓ પૂરી પાડવા, DGVCLના અધિકારીઓ અરજદારોનો સંપર્ક કરી સ્થળ મુલાકાત લે છે અને પ્રાથમિક સર્વે સહિત https://www.guvnl.com, https://www.dgvcl.com, https://portal.guvnl.in દ્વારા અરજી કરવા માટેની જરૂરી તમામ પ્રક્રિયા પૂર્ણ કરે છે. ત્યારબાદ, અંદાજપત્રકની મંજુરી મેળવવી, અંદાજપત્રક આપવા, જરૂરી લાઈનની કામગીરી કરવી અને વીજ જોડાણ રીલીઝ થાય ત્યાં સુધીની દેખરેખ રાખે છે અને તે દરમ્યાન પણ ગ્રાહક સાથે સંપર્કમાં રહે છે.
આ સુવિધા મેળવવા માટે ગ્રાહક અથવા અરજદારે પોતાનો સંપર્ક નંબર ઉપરોક્ત પોર્ટલ પર રજિસ્ટર કરવાનો રહે છે જે નંબર પર HT-CPC-સેલમાંથી સંપર્ક કરી ઉપર મુજબની કાર્યવાહી કરવામાં આવે છે. આથી, આ સુવિધાનો લાભ લેવા જે તે ગ્રાહકો/અરજદારોને અનુરોધ કરાયો છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.