ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઓગસ્ટ 2021
શનિવાર
મહારાષ્ટ્રમાં કોરોનાનો ગ્રાફ ઘટી રહ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી છે.
રાજ્યના ઘણા જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ ઘટી ગયો છે અને ધૂળે રાજ્યનું પ્રથમ કોરોનામુક્ત શહેર બની ગયું છે.
અહીં ગત 25 જુલાઈથી એક પણ નવો કોરોનાનો કેસ મળ્યો નથી. તો 3જી ઓગસ્ટ બાદ એકેય દર્દી શહેરમાં નથી
યોગ્ય નિયોજન, કડક લોકડાઉન અને રસીકરણને યોગ્ય પ્રતિસાદને કારણે શહેર કોરોનામુક્ત થયું છે.
જોકે તેમ છતાં પાલિકાએ કોરોના ટેસ્ટિંગ ચાલુ જ રાખ્યું છે.