ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 મે 2020
મહારાષ્ટ્ર અને મુંબઈમાં જેમ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે, એ જોતાં રાજ્ય સરકાર પણ સજ્જ થઈ રહી છે, મુંબઈની 33 ખાનગી હોસ્પિટલોમાં થી કુલ 80 ટકા બેડ અને આઇસીયુના સો ટકા બેડ પોતાના તાબામાં લીધા છે. આમ હવે મુંબઈમાં 5644 જેટલા વધુ બેડની વ્યવસ્થા થઈ શકી છે. જેમાંથી 2624 બેડ માત્રને માત્ર કોરનાનહદર્દીવઓ માટે બુક રહેશે જ્યારે ત્રણ હજાર વીસ જેટલા બેડ સામાન્ય બીમારી માટે ઉપલબ્ધ રહેશે. ઉપરોક્ત માહિતી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલ સિંહલ દ્વારા આપવામાં આવી છે. મનપાના કમિશ્નરના જણાવ્યા મુજબ કરોનાને રોકવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં બીકેસી માં 1000 બેડ ની સેવા ઉપલબ્ધ કરાવતા હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવશે. તેમ જ રેસકોર્સ, દહીસર, ગોરેગાંવ અને મૂલૂંડમાં પણ આવા સ્વાસ્થ્ય સેન્ટરો શરૂ કરવામાં આવશે.
હવે મુંબઈગરાઓએ કોરોનાના લક્ષણો જણાતા એક જ નંબર ડાયલ કરવાનો રહેશે. આ નંબર છે '1916' આ નંબર પર 24×7 કોરોના ને લગતી સમસ્યાનો ઉકેલ આપવામાં આવશે. નોંધનીય છે કે 1916 નંબર પર અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ લોકો મદદ મેળવી ચૂક્યા છે..