News Continuous Bureau | Mumbai
Amit Shah NDDB : કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના આણંદમાં શ્રી ત્રિભુવનદાસ પટેલની જન્મજયંતીની ઉજવણીની સાથે સાથે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (એનડીડીબી)ની ડાયમંડ જ્યુબિલી ઉજવણી દરમિયાન 300 કરોડ રૂપિયાની અનેક ખેડૂત કલ્યાણ યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય પંચાયતી રાજ, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે ( Amit Shah NDDB ) પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં તાજેતરમાં શરૂ થયેલી શ્વેત ક્રાંતિ 2.0 માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (એસઓપી) બહાર પાડવામાં આવી છે, જેમાં પ્રધાનમંત્રી દ્વારા નિર્ધારિત તમામ મુખ્ય ખેડૂતલક્ષી મુદ્દાઓ સામેલ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સહકારી ક્ષેત્ર એક લાખ નવી અને હાલની ડેરીઓને સશક્ત બનાવશે તથા બીજી શ્વેત ક્રાંતિ દૂધનાં માર્ગોનું વિસ્તરણ કરશે.
શ્રી શાહે ( Amit Shah ) જણાવ્યું હતું કે, ત્રિભુવનદાસજી એક એવું વ્યક્તિત્વ ધરાવતાં હતાં, જેમનાં પરિશ્રમી જીવનનું વર્ણન કરવું મુશ્કેલ છે. શ્રી ત્રિભુવનદાસ પટેલે પોતાના અંગત હિતોને બાજુએ મૂકીને દેશના ગરીબ ખેડૂતોના સશક્તીકરણ માટે એક અનન્ય વિઝન સાથે કામ કર્યું હતું. તેમણે પોતાનો ત્યાગ કરીને દેશના ગરીબ ખેડૂતોના સશક્તીકરણ માટે કામ કર્યું હતું. તેમના સમગ્ર જીવન દરમિયાન, ત્રિભુવનદાસજીએ વ્યક્તિગત લાભથી પોતાને દૂર રાખ્યા અને દેશના દરેક ખેડૂતને સહકારની સાચી ભાવનાથી જોડવાના તેમના પ્રયત્નોને સમર્પિત કર્યા, આ પ્રયાસમાં મોટી સફળતા પ્રાપ્ત કરી. શ્રી શાહે જણાવ્યું હતું કે, ત્રિભુવનદાસજીના કારણે જ દેશના 5 કરોડ પશુપાલકો શાંતિથી ઊંઘે છે અને આજે દેશના કરોડો ( Farmer Welfare Schemes ) ખેડૂતો, ખાસ કરીને મહિલાઓ સમૃદ્ધ થઈ રહી છે. ત્રિભુવનદાસજીએ એક નાનકડી સહકારી મંડળી બનાવી જે આજે દેશના 2 કરોડ ખેડૂતોને સહકારી ક્ષેત્ર સાથે જોડીને હજારો કરોડ રૂપિયાનો બિઝનેસ કરી રહી છે.
त्रिभुवनदास पटेल जी ने अपनी दूरदृष्टि से देश में सहकारिता आंदोलन को गति देने में अग्रणी भूमिका निभाई और ‘ऑपरेशन फ्लड’ व ‘श्वेत क्रांति’ का मार्ग प्रशस्त किया।
आज आणंद (गुजरात) में त्रिभुवनदास पटेल जी की जयंती एवं राष्ट्रीय डेयरी विकास बोर्ड (NDDB) की हीरक जयंती के अवसर पर किसान… pic.twitter.com/JPwMtkyq3V
— Amit Shah (@AmitShah) October 22, 2024
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 1964માં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીએ અમૂલ ડેરીની ( NDDB ) મુલાકાત લીધી અને નક્કી કર્યું કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના પશુપાલકોને આ સફળ મોડેલનો લાભ મળવો જોઈએ. જેને પગલે શાસ્ત્રીજીએ એનડીડીબીની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં 60 વર્ષમાં એનડીડીબીએ દેશભરમાં સહકારી ક્ષેત્ર, ખેડૂતો અને માતાઓ અને બહેનોને સશક્ત અને સંગઠિત કરવાની સાથે-સાથે તેમનાં અધિકારો વિશે જાગૃતિ ફેલાવવાનું કામ પણ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે પશુપાલન સહકારી મંડળીઓ મારફતે કરવામાં આવે છે, ત્યારે તેનાથી ખેડૂતોમાં સમૃદ્ધિ તો આવે જ છે, પણ સાથે સાથે દેશમાં કુપોષિત બાળકોની સમસ્યાનું સમાધાન પણ થાય છે. અમૂલના માધ્યમથી બનેલા આ ટ્રસ્ટે મહિલાઓને માત્ર સશક્ત જ નથી કરી પરંતુ બાળકોને પોષણ આપીને મજબૂત નાગરિક બનાવવાનો પાયો પણ નાખ્યો છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi Russia Visit : કઝાનમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, રશિયન લોકોએ ગાયું ‘કૃષ્ણ ભજન’; જુઓ વિડીયો..
Amit Shah NDDB : અમૂલ આજે રૂ. 60,000 કરોડનો વાર્ષિક વ્યવસાય કરે છે
અમિત શાહે ( Amit Shah Anand ) જણાવ્યું હતું કે એનડીડીબીએ ગ્રામીણ ક્ષેત્ર અને દેશના વિકાસને વેગ આપ્યો છે તેમજ કૃષિને આત્મનિર્ભર બનાવી છે. તેમણે કહ્યું હતું કે, ત્રિભુવનજીએ ( Tribhuvandas Patel Birth Anniversary ) એનડીડીબીનો પાયો નાંખ્યો હતો, જે આજે દેશમાં જ નહીં, પણ દુનિયામાં એક બહુ મોટી સંસ્થા બની ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 1987માં એનડીડીબી સત્તાવાર સંસ્થા બની હતી અને વર્ષ 1970થી 1996 દરમિયાન તેણે ઓપરેશન ફ્લડ પ્રોગ્રામ વિકસાવ્યો હતો અને તેનો અમલ કર્યો હતો, જે શ્વેત ક્રાંતિ તરફ દોરી ગયો હતો. તેમણે નોંધ્યું હતું કે, અમૂલ આજે રૂ. 60,000 કરોડનો વાર્ષિક વ્યવસાય કરે છે, જેનું નિર્માણ શરૂઆતમાં મહિલાઓની ખૂબ જ ઓછી સહિયારી મૂડી પર થયું હતું. શ્રી શાહે જણાવ્યું હતું કે, જ્યારે વર્ષ 1964માં લાલ બહાદુર શાસ્ત્રીજીએ એનડીડીબીની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારે કોઈને ખબર નહોતી કે, તે એક દિવસ ઊગતાં એક મોટા વટવૃક્ષની જેમ જ ઉગશે. એનડીડીબીના લિક્વિડ મિલ્કનું વેચાણ દૈનિક 427 લાખ લિટર સુધી પહોંચી ગયું છે, જેની ખરીદી દરરોજ 589 લાખ લિટર છે. તેની આવક ₹344 કરોડથી વધીને ₹426 કરોડ થઈ છે અને ચોખ્ખો નફો ₹50 કરોડ થયો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે એનડીડીબીએ ( National Dairy Development Board ) શાકભાજી પર પ્રક્રિયા કરવાનું શરૂ કર્યું છે, જેનાથી આપણા ખેડૂતો દ્વારા ઉત્પાદિત શાકભાજી સમગ્ર વિશ્વ સુધી પહોંચી શકે છે, અને સહકારી મોડેલ હેઠળ નફાનું વિતરણ તળિયાના સ્તરે કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, ગોબરધન યોજનાને પગલે આપણી જમીનનું સંરક્ષણ અને વૃદ્ધિ થઈ છે, ઉપજમાં વધારો થયો છે, ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો થયો છે અને સ્વચ્છ પર્યાવરણ ઊભું થયું છે. ગાયના છાણમાંથી ગેસ અને ખાતરનું ઉત્પાદન થઈ રહ્યું છે અને કાર્બન ક્રેડિટ પેમેન્ટ આપણી માતાઓ અને બહેનો સુધી પહોંચી રહ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોબરધન યોજનાનો અમલ દીર્ઘદૃષ્ટાપૂર્ણ નિર્ણયો મારફતે જમીની સ્તરે કર્યો છે. તેમણે એનડીડીબીએ 10,000 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓ)ની નોંધણી કરી હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
Amit Shah NDDB : મોદી સરકાર 2 લાખ નવી પ્રાઇમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (પીએસીએસ)ની સ્થાપના કરવા જઈ રહી છે
અમિત શાહે ઉલ્લેખ કર્યો હતો કે, એનડીડીબીની પહેલ પછી હવે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ડેરી ક્ષેત્રનાં તમામ પ્લાન્ટનું નિર્માણ ભારતમાં થશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આજે રૂ. 210 કરોડનાં મૂલ્યનાં મધર ડેરીનાં ફળ અને શાકભાજીનાં પ્રોસેસિંગ યુનિટનો શિલાન્યાસ થયો છે. આ ઉપરાંત ઉત્તરાખંડથી બદરી ઘી અને મધર ડેરીથી ગીર ઘી બ્રાન્ડનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે સહકારીના ઉત્પાદનોનું બ્રાંડિંગ કરવું અને તેમને કોર્પોરેટ માલ સાથે બજારમાં સ્પર્ધા કરવા માટે તૈયાર કરવું એ સફળતાની ચાવી છે. આજે આપણી અમૂલ બ્રાન્ડ વૈશ્વિક સ્તરે ટોચનું સ્થાન ધરાવે છે, જે અમારા માટે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. તેમણે ઉલ્લેખ પણ કર્યો હતો કે, લદ્દાખનાં જરદાલુનાં ખેડૂતોને, હિમાચલનાં સફરજન અને મેઘાલયનાં અનાનસનાં ખેડૂતોને આજે શરૂ કરવામાં આવેલી પહેલોનો લાભ મળશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, સહકાર મંત્રાલયે રાષ્ટ્રીય સ્તરની ત્રણ નવી સહકારી સંસ્થાઓની સ્થાપના કરી છે. આવી નવી પહેલ ત્યારે જ થઈ શકે છે જ્યારે નેતૃત્વ ખરેખર ખેડૂતોની ચિંતા કરે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સહકારી ક્ષેત્રમાં કેટલીક પહેલો અને યોજનાઓનો અમલ કર્યો છે. હાલમાં, આ ક્ષેત્રમાં આશરે 22 રાજ્ય ફેડરેશનો અને 231 જિલ્લા ફેડરેશનો, 28 માર્કેટિંગ ડેરીઓ અને 21 દૂધ ઉત્પાદક કંપનીઓ કાર્યરત છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકાર 2 લાખ નવી પ્રાઇમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (પીએસીએસ)ની સ્થાપના કરવા જઈ રહી છે, જે અમારા સહકારી માળખાને નોંધપાત્ર રીતે મજબૂત કરશે. તેમણે કહ્યું હતું કે, આ પહેલથી સહકારી ક્ષેત્રની તમામ કંપનીઓની તાકાતમાં વધારો થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે 231 મિલિયન ટન દૂધ ઉત્પાદન સાથે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને પાછળ છોડી દીધું છે અને વિશ્વમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આપણો દૂધ ઉત્પાદન વૃદ્ધિ દર 6 ટકા છે, જ્યારે વૈશ્વિક વિકાસ દર માત્ર 2 ટકા છે. આજે 8 કરોડ ગ્રામીણ પરિવારો દરરોજ દૂધનું ઉત્પાદન કરે છે, પરંતુ સહકારી ક્ષેત્ર સાથે માત્ર દોઢ કરોડ લોકો જ જોડાયેલા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આનો અર્થ એ થયો કે, બાકીનાં 6.5 કરોડ કુટુંબોને વાજબી કિંમત નથી મળી રહી અને તેમનું શોષણ થઈ રહ્યું છે. કેન્દ્રીય સહકારિતા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે ભવિષ્યમાં દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા તમામ આઠ કરોડ ખેડૂત પરિવારોને તેમની મહેનતનું સંપૂર્ણ વળતર મળે અને તેઓ સહકારી ક્ષેત્ર સાથે જોડાવા સક્ષમ બને.
આ સમાચાર પણ વાંચો : Edible Oil Price Hike: તહેવાર ટાણે મોંઘવારીનો માર, આ દિવાળી ગત વર્ષ કરતાં મોંઘી રહેશે; ખાદ્યતેલના ભાવમાં વધારો..
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓને સશક્ત બનાવવાના અભિયાનના પરિણામે, દેશમાં દૂધની ઉપલબ્ધતા જે 1970માં વ્યક્તિ દીઠ 40 કિલોગ્રામ હતી, તે 2011માં વધીને 103 કિલોગ્રામ થઈ ગઈ છે, અને 2023માં તે વધીને 167 કિલોગ્રામ પ્રતિ વ્યક્તિ થઈ ગઈ છે. તેમણે નોંધ્યું હતું કે, વ્યક્તિદીઠ સરેરાશ વૈશ્વિક દૂધની ઉપલબ્ધતા 117 કિલોગ્રામ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)