Site icon

કૉન્ગ્રેસના દિગ્વિજય સિંહે કરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અમિત શાહની પ્રશંસા; જાણો શા માટે?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ગૃહમંત્રી અમિત શાહની પ્રશંસા કરી છે. તેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં સમયસર મદદ મોકલવાની યાદગીરી પણ શૅર કરી.

દિગ્વિજય સિંહના એક સમયના સાથીદાર ઓપી શર્માનું ‘નર્મદા કે પથિક’ પુસ્તકનું તાજેતરમાં જ વિમોચન થયું હતું. એ સમારંભમાં સિંહે આમ કહ્યું હતું.

સમારોહ દરમિયાન તેમણે તેમની નર્મદા પરિક્રમાને યાદ કરી. તેમણે કહ્યું, “હું અને મારી પત્ની અમૃતા બંનેએ 2017માં એકસાથે નર્મદા પરિક્રમા કરી હતી. એ દરમિયાન અમે ગુજરાતના એક સ્થળે રાત્રે દસ વાગ્યે પહોંચ્યાં. ચારે બાજુથી એ જગ્યા જંગલથી ઘેરાયેલી હતી અને ત્યાંથી આગળ વધવાનું હતું, પણ ત્યાં કોઈ રસ્તા નહોતા અને કોઈ સ્ટૉપ નહોતા. સદનસીબે વન અધિકારી ત્યાં આવ્યા. તેમણે અમને સૌથી વધુ મદદ કરી. ગૃહમંત્રી અમિત શાહે મદદનો આદેશ આપ્યો હતો. હકીકતમાં ગુજરાતમાં એ સમયે ચૂંટણીઓ પુરજોશમાં હતી. હું તેમનો સૌથી મોટો વિરોધી છું. જોકે શાહે અમારી પરિક્રમામાં અમને સૌથી વધુ મદદ મળે એવી વ્યવસ્થા કરી હતી.” સિંહે વધુમાં કહ્યું, “તેઓ અમને જંગલની બહાર લઈ ગયા અને અમારા ભોજનની વ્યવસ્થા કરી.”

નવી ટેક્નોલૉજીને લીધે ડાયાલિસિસની જરૂરિયાત હવે નહીં રહે, આશાનું નવું કિરણ

તેમણે આગળ કહ્યું, “હું આજ સુધી ક્યારેય શાહને મળ્યો નથી, પરંતુ તેમનો આભાર ચોક્કસપણે માનું છું. રાજકીય સમન્વયનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. ભલે હું સંઘનો વિરોધી હતો, પણ સંઘના કાર્યકરો યાત્રા દરમિયાન મને મળતા હતા. ત્યારે મેં તેમને પૂછ્યું કે આ બધું શા માટે? હું તેમને ખૂબ પરેશાન કરતો હતો, ત્યારે તેમણે કહ્યું કે તેમને આવું કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે હું ભરૂચમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સંઘના કાર્યકરોએ અમારા માટે ધર્મશાળામાં વ્યવસ્થા કરી હતી. અમે જ્યાં ઊતર્યા એ ધર્મશાળામાં સંઘના વરિષ્ઠ નેતાઓના ફોટા હતા.’’ 

સિંહે કહ્યું કે “હું આ એટલા માટે કહું છું, કારણ કે લોકોને સમજવું જોઈએ કે ધર્મ અને રાજકારણ અલગ છે.”

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version