ભેંસ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા કોંગ્રેસના આ દિગ્ગજ નેતા- સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ(Congress leader Digvijay Singh) હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચા રહે છે. પરંતુ આ વખતે દિગ્વિજય સિંહ પોતાના અનોખા લુકને કારણે ચર્ચામાં છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ભેંસ સાથે ડાન્સ(Dance with cattle) કરતા જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધી(Rahul Gandhi)ની ભારત જોડો યાત્રા(Bharat Jodo Yatra) પણ મધ્યપ્રદેશ પહોંચવાની છે. આવી સ્થિતિમાં રાજ્યના ગૃહમંત્રીએ દિગ્વિજય સિંહના આ વીડિયો પર કટાક્ષ કર્યો છે. 

 

વીડિયોને ટ્વિટ કરીને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે લખ્યું કે તેલંગાણામાં ગોવર્ધન પૂજાના અવસર પર પૂજવામાં આવતા પ્રાણીને “સદર” કહેવામાં આવે છે. એક ભેંસની કિંમત ₹3-4 કરોડ સુધી છે. આ ભારત જોડો યાત્રામાં પૂર્વ સાંસદ અંજન યાદવ જી દ્વારા રાહુલ જીના સ્વાગત માટે આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  તિરુપતિ મંદિરે જાહેર કરી તેની સંપત્તિની વિગતો- શું સાચે જ તિરુપતિ મંદિરની અધધ આટલા કરોડની સંપત્તિ છે- આંકડો જાણી સૌ ચોક્યા

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment