ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
અફઘાનિસ્તાનમાં અંતરીમ સરકાર બન્યા બાદ તાલિબાને હાલમાં જ એક નિવેદન આપ્યું કે મહિલા મંત્રી ન બની શકે.
હવે આ નિવેદનના બહાને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર હુમલો કર્યો છે.
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહએ એક ટ્વીટ કરીને કહ્યું કે તાલિબાન કહે છે કે મહિલાઓ મંત્રી બનાવવા લાયક નથી. મોહન ભાગવત કહે છે કે મહિલાઓએ ઘર પર જ ગૃહસ્થી ચલાવવી જોઈએ. શું વિચારોમાં સમાનતા છે?
દિગ્વિજય સિંહે સવાલ કર્યા છે કે શું આરએસએસ અને તાલિબાની મહિલાઓને લઈને એક જેવા વિચાર છે?
અત્રે ઉલ્લેખનીય છે કે, દિગ્વિજય સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. અને અવાર નવાર પોતાના નિવેદનોને કારણે વિવાદમાં રહેતા હોય છે.
