News Continuous Bureau | Mumbai
એકનાથ શિંદે ગ્રુપ(Eknath Shinde)ના એક ધારાસભ્ય(MLA) એટલે કે દિલીપ કેસરકરે(Dilip Kesarkar) એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. અત્યાર સુધી મોઢું બંધ રાખીને બેસેલા ધારાસભ્યો હવે વિધાનસભા(Assembly session)નું સત્ર આવવાનું છે તે સમાચાર સાંભળીને ગેલમાં આવી ગયા છે. આ પરિસ્થિતિમાં દિલીપ કેસરકરે પત્રકારોને જણાવ્યું હતું કે બળવો પોકારવામાં માટે અત્યાર સુધી કરવામાં આવેલો તમામ ખર્ચ દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) ઉઠાવ્યો છે. દિલીપભાઈનું આ નિવેદન ભારતીય જનતા પાર્ટી(BJP)ને ભારે પડી શકે તેમ છે. હાલ મહારાષ્ટ્રમાં રાજકીય દાવપેચ બહુ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. તેમજ તમામ પરિસ્થિતિ પર સુપ્રીમ કોર્ટ(Supreme Court) નજર રાખી રહ્યું છે. આથી આવા પ્રકારનું સ્ટેટમેન્ટ એ ન્યાયિક નજરે એક કાવાદાવાની નીતિનું સમર્થન કરે છે. જે કાયદેસર રીતે અયોગ્ય છે.
આ સમાચાર પણ વાંચો : નૂપુર શર્માનું સમર્થન કરવા બદ્દલ ઉદયપુરમાં દરજીની કરપીણ હત્યા- રાજ્યમાં પડસાદ- ઇન્ટરનેટ બંધ
