News Continuous Bureau | Mumbai
Farmers : રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૪-૨૫ અંતર્ગત ઘઉં, બાજરી, જુવાર, મકાઈની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ( Gujarat State Civil Supplies Corporation ) ખરીદ કેન્દ્રો ખાતેથી ખરીદી કરવામાં આવનાર છે. જેમાં ઘઉં પ્રતિ ક્વિન્ટલ- રૂ. ૨૨૭૫/-, બાજરી પ્રતિ ક્વિન્ટલ-રૂ.૨૫૦૦/-, જુવાર (હાઈબ્રીડ) પ્રતિ ક્વિન્ટલ- રૂ.૩૧૮૦/-, જુવાર (માલદંડી) પ્રતિ ક્વિન્ટલ- રૂ.૩૨૨૫/- જ્યારે મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ- રૂ.૨૦૯૦/-ના દરે લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદવામાં આવશે. જે માટે ખેડૂત મિત્રો આગામી તા.૩૧ માર્ચ સુધી ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી ( Online registration ) કરાવી શકે છે.
આ ઉપરાંત ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર ( State Govt ) દ્વારા ઉનાળુ બાજરી ( millet ) તથા જુવારની ( sorghum ) ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.૩૦૦/-બોનસ પણ જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂતોએ નોંધણી માટે આધારકાર્ડની નકલ,ગામ નમૂના ૭-૧૨ તથા ૮-અ ની અદ્યતન નકલ, ગામ નમૂના ૧૨ માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો તાજેતરનો દાખલો તેમજ ખાતેદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની નકલ(આઈ.એફ.એસ.સી કોડ સહિતની) જેવા નિયત કરેલા આધાર- પુરાવા રજૂ કરવાના રહેશે. ખેડૂત ખાતેદારના આધારકાર્ડ સાથેના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરાશે.
આ સમાચાર પણ વાંચો : Surat: સુરત શહેર-જિલ્લાની તમામ વિધાનસભા વિસ્તારોમાં આ તારીખે યોજાશે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શકિત વંદના કાર્યક્રમો
ખેડૂતોને તેમનો જથ્થો સાફસુફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સૂકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે. જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય. રજિસ્ટ્રેશન બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નં.- ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા મેનેજર(ગ્રેડ-૧) અને જિલ્લા પૂરવઠા અધિકારી-સુરતની યાદીમાં જણાવાયુ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.