DRI: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ જીઆઇડીસી વાપી, ગુજરાત ખાતે નાર્કોટિક્સના ઉત્પાદન સાથે સંકળાયેલી અન્ય એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો.

DRI: ડીઆરઆઈ દ્વારા પ્રાપ્ત ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈ મુંબઈ, અમદાવાદ, સુરત અને વાપીની ટીમોએ રવિવાર, 05-11-2023ના રોજ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ, 1985 હેઠળ ગુજરાતના વલસાડ જિલ્લાના જીઆઇડીસી વાપીમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

News Continuous Bureau | Mumbai

DRI: ડીઆરઆઈ દ્વારા પ્રાપ્ત ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈ મુંબઈ, અમદાવાદ, સુરત અને વાપીની ( Vapi ) ટીમોએ રવિવાર, 05-11-2023ના રોજ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) ( NDPS ) એક્ટ, 1985 હેઠળ ગુજરાતના ( Gujarat ) વલસાડ ( Valsad ) જિલ્લાના જીઆઇડીસી વાપીમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

Join Our WhatsApp Community

જીઆઇડીસી વાપીમાં મેફેડ્રોનના ( Mephedrone ) ગેરકાયદે ઉત્પાદન ( illegal production ) સાથે સંકળાયેલ મેસર્સ પ્રાઇમ પોલિમર ઇન્ડસ્ટ્રીઝ નામથી સ્થપાયેલી ફેક્ટરી મળી આવી હતી. સુરત અને વલસાડની ફોરેન્સિક્સ સાયન્સ લેબની ટીમે ફેક્ટરીમાં મળી આવેલા શંકાસ્પદ માદક દ્રવ્યોમાં મેફેડ્રોનની હાજરીની પુષ્ટિ કરી હતી. ફેક્ટરીમાંથી લિક્વિડ ફોર્મમાં કુલ ૧૨૧.૭૫ કિલો મેફેડ્રોન મળી આવ્યું હતું. વધુમાં એક આરોપીના રહેણાંક પરિસરની તલાશી લેતા અંદાજે રૂ.18 લાખની ભારતીય કરન્સી મળી આવી હતી.

Directorate of Revenue Intelligence (DRI) has busted another factory involved in the production of narcotics at GIDC Vapi, Gujarat.

Directorate of Revenue Intelligence (DRI) has busted another factory involved in the production of narcotics at GIDC Vapi, Gujarat.

આ નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોનું ગેરકાયદેસર બજાર મૂલ્ય રૂ. ૧૮૦ કરોડથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. એનડીપીએસ એક્ટ, 1985ની સંબંધિત જોગવાઇઓ હેઠળ રોકડ રકમ સાથે મળી આવેલા તમામ પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : International Film Festival of India: 54મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ગોવામાં 20થી 28 નવેમ્બર સુધી યોજાશે

એનડીપીએસ એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં વધુ તપાસ પ્રગતિ હેઠળ છે.

Directorate of Revenue Intelligence (DRI) has busted another factory involved in the production of narcotics at GIDC Vapi, Gujarat.

બે અઠવાડિયા પહેલા ડીઆરઆઈએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં એક કેમિકલ યુનિટમાં મેફેડ્રોનના ઉત્પાદન સાથે સંકળાયેલી સિન્ડિકેટનો વિસ્ફોટ કર્યો હતો. આ ઓપરેશનને પરિણામે 400 કરોડ રૂપિયાથી વધુની કિંમતના માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા હતા અને મેફેડ્રોનના ઉત્પાદનમાં છૂપી રીતે સંકળાયેલી આવી 2 લેબ્સ શોધી કાઢવામાં આવી હતી. ડીઆરઆઈ દ્વારા આ પ્રકારની બેક ટુ બેક કામગીરીએ કૃત્રિમ દવાઓના વધતા જતા ઉપયોગ અને આ દવાઓના ઉત્પાદનમાં ઔદ્યોગિક એકમોના દુરૂપયોગ પર પ્રકાશ પાડ્યો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Amit Thackeray: મહારાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થા પર અમિત ઠાકરે લાલઘૂમ! મનસે નેતાની હત્યા મુદ્દે મુખ્યમંત્રીને ઘેર્યા, પત્રમાં ઠાલવ્યો આક્રોશ
Raj Thackeray: બિનહરીફ ઉમેદવારો પર રાજ ઠાકરે લાલઘૂમ: “લોકશાહીની મજાક બંધ કરો”, ઉદ્ધવ ઠાકરેએ પણ સત્તાધારી પક્ષ પર કર્યા આકરા પ્રહાર.
Devendra Fadnavis: બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે દેવેન્દ્ર ફડણવીસ લાલઘૂમ: મહારાષ્ટ્રમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી, લિબરલ્સને આપ્યો જડબાતોડ જવાબ.
BJP: મહારાષ્ટ્રનું સૌથી ચોંકાવનારું ગઠબંધન: શું અંબરનાથમાં ભાજપ-કોંગ્રેસની જુગલબંધી શિંદેના ગઢમાં ગાબડું પાડશે?
Exit mobile version