ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧
સોમવાર
મરાઠા અનામતના મુદ્દે સાંસદ સંભાજી રાજે છત્રપતિ અને સાંસદ ઉદયન રાજે ભોસલે આજે પુણેમાં મળ્યા હતા. બેઠક બાદ સંભાજી રાજે છત્રપતિએ મીડિયાને કહ્યું હતું કે મરાઠા અનામત અંગે અમારી સહમતી છે. બીજી તરફ ઉદયન રાજેએ કહ્યું હતું કે તેઓ મરાઠા અનામતને લઈને સંભાજી રાજેના આંદોલનનું સમર્થન કરે છે. સંભાજી રાજેએ કહ્યું, "અમે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. મરાઠા અનામત અંગે અમારે સર્વસંમતિ છે.” તો "અમે બંને એક જ પરિવારના છીએ. હું સંભાજી રાજેનાં મંતવ્યો સાથે સંમત છું. હું તેમના આંદોલનને સમર્થન આપું છું.” એવી પ્રતિક્રિયા સાંસદ ઉદયન રાજે ભોસલેએ આપી હતી.
સાંસદ સંભાજી રાજે છત્રપતિએ મરાઠા અનામત માટે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે અનામત મુદ્દાઓ પર રાજ્યનો પ્રવાસ કર્યો અને ઘણા રાજકીય નેતાઓને મળ્યા. એથીમરાઠા અનામતના મુદ્દે બંને નેતાઓ ક્યારે સર્વસંમતિ પર પહોંચશે એ પ્રશ્ન સતત પૂછવામાં આવી રહ્યો છે. આજે બંને રાજા મરાઠા આરક્ષણના મુદ્દા પર ચર્ચા કરવા માટે ભેગા થયા હોવાથી આ બેઠકમાં મરાઠા સમુદાયનું ધ્યાન આકર્ષિત થયું હતું.
ઉલ્લેખનીય છે કે સાંસદ સંભાજી રાજે છત્રપતિએ મરાઠા અનામત માટે આંદોલન કરવાની હાકલ કરી છે. રાયગઢ ખાતે 6 જૂને રાજ્યાભિષેક સમારોહ બાદ સંભાજી રાજે મરાઠા અનામત અંગે પોતાની ભૂમિકા રજૂ કરી હતી. સંભાજી રાજેએ કહ્યું કે મરાઠા અનામત આંદોલન 16 જૂનથી કોલ્હાપુરના રાજર્ષિ શાહુ મહારાજની સમાધિથી શરૂ થશે.
ઠાકરે સરકાર થી નાખુશ રાજ્યની 70 હજારથી વધુ આશા વર્કરો આવતી કાલે ઉતરશે હડતાલ પર ; આ છે માંગણી
ઉપરાંત અજિત પવાર આજે સવારે ન્યુ પેલેસમાં છત્રપતિ શાહુ મહારાજને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન સંભાજી રાજેના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય માલોજી રાજે છત્રપતિ પણ હાજર હતા.