News Continuous Bureau | Mumbai
Disha Salian case: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયન ના મૃત્યુનો મામલો ફરી એકવાર સમાચારમાં છે. દિશાના પિતા સતીશ સલિયાને બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં તેમણે શિવસેના યુબીટીના ધારાસભ્ય આદિત્ય ઠાકરે પર ગંભીર આરોપો લગાવ્યા છે. દરમિયાન, ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ દાવો કર્યો છે કે તેઓ પહેલા દિવસથી જ કહી રહ્યા હતા કે આ હત્યા છે અને તેની તપાસ થવી જોઈએ.
Disha Salian case: સતીશ સાલિયને આદિત્ય ઠાકરે પર લગાવ્યા ગંભીર આરોપો
મીડિયા રિપોર્ટ મુજબ દિશાના પિતા સતીશ સાલિયને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી અને યુબીટી શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરે, ભૂતપૂર્વ મેયર કિશોરી પેડનેકર અને અન્ય લોકો પર ગંભીર આરોપો લગાવ્યા છે. સતીશ સલિયાને કોર્ટ પાસે માંગ કરી છે કે આદિત્ય ઠાકરે અને અન્ય લોકો સામે IPCની કલમ 376 (D), 302, 201, 218, 409, 166, 107, 109, 120 (B) અને 34 હેઠળ કેસ નોંધવામાં આવે. આ સાથે તેમણે કેસની તપાસ સીબીઆઈને સોંપવાની પણ માંગ કરી છે.
Disha Salian case: ત્રણ વર્ષ પહેલા ભાજપના નેતા નિતેશ રાણેએ લગાવ્યો હતો આ આરોપ
નોંધનીય છે કે લગભગ ત્રણ વર્ષ પહેલા ભાજપના નેતા નિતેશ રાણેએ આરોપ લગાવ્યો હતો કે દિશા સલિયન પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ દિશાના માતા અને પિતાએ નિતેશ વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને કહ્યું કે આ તેમની પુત્રીને બદનામ કરવાનું કાવતરું હતું. પણ હવે તેમણે પોતે જ તેમની પુત્રીના મૃત્યુની નવેસરથી તપાસની માંગ કરી છે, અને કહ્યું છે કે તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓને સાચા માનવાની ફરજ પાડવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: Nitesh Rane : સ્ટેજ પર ચડીને ખેડૂતે મહારાષ્ટ્રના મંત્રી નીતિશ રાણેને પહેરાવ્યો ડુંગળીનો હાર , માઈક હાથમાં લીધું અને પોતાને સંબોધવા લાગ્યા… જુઓ વિડીયો
Disha Salian case: દિશા સલિયનનું 8 જૂન 2020 ના મૃત્યુ થયું
જણાવી દઈએ કે દિશા સાલિયનનું 8 જૂન 2020 ના રોજ મુંબઈના મલાડમાં એક ઇમારતના 8મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. તે સમયે પોલીસે તેને આત્મહત્યાનો કેસ ગણાવ્યો હતો. દિશાના માતા-પિતાએ પણ તપાસ પર સંતોષ વ્યક્ત કર્યો અને તેને આત્મહત્યાનો મામલો ગણાવ્યો. પરંતુ હવે ગેંગરેપ બાદ હત્યાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. દિશાના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં મુંબઈ પોલીસ, તત્કાલીન મેયર કિશોરી પેડનેકર, અભિનેતા ડીનો મોરિયા અને સૂરજ પંચોલી સામે પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. દિશાના પિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે મુંબઈ પોલીસ અને કિશોરી પેડણેકરે તેમને ગેરમાર્ગે દોર્યા અને દબાણ કર્યું.