જિતિન પ્રસાદના બીજેપીમાં સામેલ થતાની સાથે જ રાજસ્થાનનો રાજકીય પારો પણ ઊંચો ચડી ગયો છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે સચિન પાયલટના નિવાસસ્થાન પર તેમના સૌથી ખાસ 8 ધારાસભ્યોની બેઠક થઈ છે.
આ બેઠક કેમ બોલાવામાં આવી હતી તેને લઇને કશું પણ સ્પષ્ટ નથી, પરંતુ હવે સચિન પાયલટ બીજેપીમાં સામેલ થઈ શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે.
જોકે સચિન પાયલોટના જૂના મિત્ર અને રાજયના પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસને કહેવું છે કે આ અમારા પરિવારનો મામલો છે. રાજસ્થાનમાં સરકારને કોઈ મુશ્કેલી નથી .
આમાં પાયલટના ખાસ ગણાતા યુવા નેતા અને પરબતસર ધારાસભ્ય રામ નિવાસ ગાવડિયા, વિશ્વેન્દ્ર સિંહ, પી.આર. મીણા, મુકેશ કુમાર જેવા નેતા સામેલ છે.
