News Continuous Bureau | Mumbai
CMYKPY: મહારાષ્ટ્ર સરકારની મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજનાનાં ભાગરૂપે રાજ્યનાં કૌશલ્ય, રોજગાર, સાહસિકતા અને નવીનતા વિભાગ દ્વારા કુલ ૪૬૦૦૦ વિદ્યાર્થીઓે માસિક સ્ટાઇપેન્ડનો પ્રથમ માસિક હપ્તો ચુકવવામાં આવ્યો હોવાનું રાજ્યનાં કૌશળ્ય વિકાસ રોજગાર, સાહસિકતા અને નાવિન્ય પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી યુવા કાર્ય તાલીમ યોજના હેઠળ અત્યાર સુધીમાં નોંધાયેલા ૪૬ હજાર તાલીમાર્થીઓને ડાયરેક્ટ બેનિફીશયરી ટ્રાન્સ્ફર (ડી.બી.ટી) દ્વારા ૪૨ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૪ નાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં તાલીમમાં જોડાયેલા અને તાલીમ લઈ રહેલા ૪૬ હજાર તાલીમાર્થીઓને માસિક સ્ટાઈપેન્ડના પ્રથમ હપ્તાની ચૂકવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રાલયના પ્રતિનિધિ તરીકે, કાજલ લોંધે, અથર્વ મોકલ, ગૌરી દેશપાંડે, સ્વરાંગી પવાર, રોહિત કાંબલે અને સીમા શિંદે નામના છ તાલીમાર્થીઓને મંત્રી લોઢા દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે “કુલ ૩૬૯૭૯૮ તાલીમાર્થીઓએ નોંધણી કરાવી છે અને ૧૭૯૩૧૮ તાલીમાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી ૮૭૧૪૯ તાલીમાર્થીઓ તાલિમમાં જોડાયા હતા અને ૧૦૫૮૬ સંસ્થાઓએ આ માટે નોંધણી કરાવી છે. વધુ યુવાનો આ યોજનાનો ( Mukhyamantri Yuva Karya Prashikshan Yojana ) લાભ લે તેવા સરકારદ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ યોજના દ્વારા રાજ્યના યુવાનોને રોજગારીની વધુ તકો ઉપલબ્ધ થશે આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ૫૫૦૦ કરોડનું ભંડોળ ( Monthly stipend ) મંજૂર કરવામાં આવ્યું છે “
CMYKPY: કૌશલ્ય વિકાસ વિભાગ આચારસંહિતા પહેલા તમામ ફાઈલનો નિકાલ કરશે
આ પ્રસંગે કેબિનેટ મંત્રી લોઢાએ ( Mangal Prabhat Lodha ) કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થાય તે પહેલા કૌશલ્ય વિકાસ વિભાગમાં તમામ ફાઇલોનો નિકાલ કરવામાં આવશે અને કોઈ ફાઈલો પેન્ડિંગ રહેશે નહીં. તેમણે કહ્યું કે તમામ કામ પૂર્ણ થાય તે માટે કૌશલ્ય વિકાસ વિભાગ આચારસંહિતા પહેલા પેન્ડિંગ ફાઈલોને ક્લિયર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. મંત્રી લોઢાએ જાહેરાત કરી હતી કે મંત્રાલય તેમજ રાજ્યની તમામ સરકારી ઔદ્યોગિક સંસ્થાઓમાં બંધારણ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મંત્રાલયમાં ત્રિમૂર્તિ પરિસરમાં સંવિધાન મંદિર બનાવવામાં આવશે અને તેના કારણે બંધારણના મૂલ્યો વધુને વધુ લોકો સુધી પહોંચશે.
આ સમાચાર પણ વાંચો: Vistadome Coach: મુસાફરોને વધુ સારો અનુભવ આપવા પશ્ચિમ રેલવે લીધો નિર્ણય, આવતીકાલથી આ એક્સપ્રેસ ટ્રેનમાં ઉમેરવામાં આવશે એક વિસ્ટાડોમ કોચ.
CMYKPY: મહારાષ્ટ્રમાં ૧૪૬ સરકારી ઔદ્યોગિક સંસ્થાઓનું નામકરણ
દેશ અને સમાજ માટે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિઓના નામ સરકારી ઔદ્યોગિક સંસ્થાઓને ( ITI ) આપવાનો નિર્ણય તાજેતરમાં લેવાયો હતો. બે સરકારી સંસ્થાઓને બાદ કરતાં રાજ્યની એકપણ સરકારી સંસ્થાનું નામ નહોતું. તેથી નામકરણનો નિર્ણય ખૂબ મહત્વનો મુદ્દો બન્યો હતો. ૧૪ સરકારી ઔદ્યોગિક સંસ્થાઓના નામકરણથી, આ નિર્ણયનો અમલ શરૂ થયો અને હવે કુલ ૧૪૬ આઈટીઆઈનું નામકરણ કરવામાં આવ્યું છે. ઉક્ત સંસ્થાઓના નામ આપવા માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. બાકીની ૨૭૧ ITIના નામકરણ માટે પણ નાગરિકો પાસેથી સૂચનો માંગવામાં આવી રહ્યા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.