ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર 2021
સોમવાર.
સાંસદ ગોપાલ શેટ્ટી ના પ્રયાસોથી, આજે ઉત્તર મુંબઈના વરિષ્ઠ નાગરિકો અને અલગ-અલગ વિકલાંગ નાગરિકોને જરૂરી સાધનો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવ્યા છે. ઉત્તર મુંબઈમાં કુલ 2035 નાગરિકોએ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ માટે પોતાની નોંધણી કરાવી છે.
ભાજપ મુંબઈના સચિવ ડૉ. યોગેશ દુબે દ્વારા, આ તમામ સાધનો હવે ALIMCO દ્વારા ઉત્તર મુંબઈમાં આવી ગયા છે. ઉત્તર મુંબઈમાં આ દિવસોમાં કુલ ₹ ૧.૫૦ (દોઢ કરોડ) કરોડની વસ્તુઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
વૉકિંગ સ્ટીક, કમોડ ખુરશી, ડાયાબિટીસના શૂઝ, શ્રવણ સહાય, વ્હીલ ચેર, ડેન્ચર(દાંત નું ચોકઠું), ચશ્મા જેવી અનેક વસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. સમગ્ર ઉત્તર મુંબઈના નાગરિકોને ફાયદો થાય તે માટે ગોપાલ શેટ્ટીએ આવી સાવચેતી રાખી છે. તેથી, ઉત્તર મુંબઈ સંસદીય મતવિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ કેન્દ્રો સ્થાપીને ડૉક્ટરો દ્વારા નાગરિકોની તપાસ કરવામાં આવી હતી અને તે પછી ALIMCO પાસેથી જરૂરી સાધનો ખરીદવામાં આવ્યા હતા. ભારત સરકારના સામાજિક ન્યાય મંત્રાલય સાથે આ વિષય પર સાં.ગોપાલ શેટ્ટીએ પત્રવ્યવહાર કર્યો હતો.
દક્ષિણ ભારતના આ રાજ્યમાં ભારે વરસાદને કારણે ગંભીર સ્થિતિ, 1366 ગામો અસરગ્રસ્ત; હજુ સંકટ યથાવત
આ પ્રસંગે સાંસદ શ્રી ગોપાળ શેટ્ટીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર હંમેશા વરિષ્ઠ નાગરિકો ની સહાય કરે છે અને મોદી સરકાર ની અનેક યોજનાઓ થી લોકોને ફાયદો થયો છે. આ કાર્યક્રમ માં ઉપસ્થિત યોગેશ વર્મા એ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર મન કી બાત નથી કરતા પરંતુ મન કી બાત સાંભળે પણ છે આથી તેમણે વરિષ્ઠ નાગરિકો માટે અનેક યોજના બનાવી અને તેને કાર્યાન્વિત પણ કરી છે. મુંબઈ ભાજપના સચિવ ડૉ.યોગેશ દુબે અને યુનુસ ખાને આ બાબતે સારા પ્રયાસો કર્યા છે. જિલ્લા પ્રમુખ ગણેશ ખણકરે આ કાર્યને ઉત્તર મુંબઈ માટે આશીર્વાદરૂપ ગણાવ્યું છે.
વરિષ્ઠ નાગરિકો માટે રાષ્ટ્રીય વયોશ્રી યોજના ના અંતર્ગત આવશ્યક ઉપકરણો ના વિતરણ કાર્યક્રમનું આયોજન આજે કોળી સમાજ હોલ, મલાડ વેસ્ટ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉત્તર મુંબઈના સાંસદ શ્રી ગોપાલ શેટ્ટી ના હસ્તે વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું અને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ મુંબઈના સચિવ પૂર્વ નગરસેવક વિનોદ શેલાર, ડો.યોગેશ દુબે, યુનુસ ખાન, યોગેશ વર્મા, જિલ્લા પ્રમુખ ગણેશ ખણકર, મહામંત્રી દિલીપ પંડિત, નિખિલ વ્યાસ, મલાડ ભાજપ પ્રમુખ સુનિલ કોળી, કોર્પોરેટર યોગીતા કોળી, સેજલ દેસાઈ, ભાજપ ઉત્તર મુંબઈના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર મુંબઈ સચિવ દીપક જોશી, મલાડ મંડળના ભાજપના અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
એક મહિનામાં 12 ટિકિટ IRCTC વેબસાઈટ પરથી કાઢવી છે? તો તમારે કરવું પડશે આ કામ. જાણો વિગત,