News Continuous Bureau | Mumbai
Diwali Special Train: દિવાળી (Diwali) નો તહેવાર શરૂ થઈ ગયો છે અને યાત્રિકો લક્ષ્મી પૂજન (Laxmi Poojan) અને ભાઈબીજ (BhauBeej) માટે ગામડે જવા માટે ઉમટી રહ્યા છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવે (Central Railway) એ મોટો નિર્ણય લીધો છે. મધ્ય રેલવે દ્વારા વધુ 9 વિશેષ ટ્રેનો (Special Train) છોડવામાં આવશે. આ ટ્રેનો નાગપુરથી CSMT, CSMTથી દાનાપુર વચ્ચે દોડશે.જેથી આ રૂટના મુસાફરોને મોટી રાહત થશે. મધ્ય રેલવેના જણાવ્યા અનુસાર, ગુરુવારે રાત્રે નાગપુરથી મુંબઈ માટે સ્પેશિયલ ટ્રેન છોડવામાં આવશે. આ ટ્રેન 16 નવેમ્બરે રાત્રે 10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 1.40 વાગ્યે CSMT પહોંચશે.ટ્રેન વર્ધા, બડનેરા, અકોલા, શેગાંવ, મલકાપુર, ભુસાવલ, નાશિક રોડ, ઇગતપુરી, કલ્યાણ, થાણે અને દાદર ખાતે સ્ટોપ લેશે. બીજી તરફ સીએસએમટી-દાનાપુર સ્પેશિયલ ટ્રેન મુંબઈથી દાનાપુર માટે છોડવામાં આવશે.
વિશેષ ટ્રેનો માટે રિઝર્વેશનની પણ સુવિધા…
આ ટ્રેન 18 અને 25 નવેમ્બરે સવારે 11.5 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 2 વાગ્યે દાનાપુર પહોંચશે. વળતરની મુસાફરી માટે, ટ્રેન 19 અને 26 નવેમ્બરના રોજ સાંજે 4:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 4:30 વાગ્યે CSMT પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Air Pollution: મુંબઈમાં વઘતા વાયુ પ્રદુષણ વચ્ચે કાયદો નેવે મુકાયો? રાત્રે 12 વાગ્યા સુધી ચાલી આતશબાજી..
જેમાં સીએસએમટી-દાનાપુર ટ્રેન દાદર, કલ્યાણ, ઇગતપુરી, નાશિક રોડ, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ ચિવકી, પં. દીનદયાલ ઉપાધ્યાય જંકશન, બક્સર અને આરા સ્ટેશનો પર સ્ટોપ આપવામાં આવ્યા છે. મધ્ય રેલવેએ માહિતી આપી છે કે વિશેષ ટ્રેનો માટે રિઝર્વેશનની પણ સુવિધા આપવામાં આવશે.