Site icon News Continuous Bureau | Mumbai

Diwali Special Train: મહારાષ્ટ્રમાં તહેવારને લઈ રેલવેનો મોટો નિર્ણય..દિવાળી પર આ રૂટ પર દોડશે 9 સ્પેશિયલ ટ્રેન.. જાણો અહીં સંપુર્ણ શેડ્યુલ…

Diwali Special Train: દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે અને યાત્રિકો લક્ષ્મી પૂજન અને ભાઈબીજી માટે ગામડે જવા માટે ઉમટી રહ્યા છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવેએ મોટો નિર્ણય લીધો છે. મધ્ય રેલવે દ્વારા વધુ 9 વિશેષ ટ્રેનો છોડવામાં આવશે…

Diwali Special Train: Big decision of Railways regarding festival in Maharashtra.. 9 special trains will run on this route on Diwali.. Know the complete schedule here...

Diwali Special Train: Big decision of Railways regarding festival in Maharashtra.. 9 special trains will run on this route on Diwali.. Know the complete schedule here...

News Continuous Bureau | Mumbai 

Diwali Special Train: દિવાળી (Diwali) નો તહેવાર શરૂ થઈ ગયો છે અને યાત્રિકો લક્ષ્મી પૂજન (Laxmi Poojan) અને ભાઈબીજ (BhauBeej) માટે ગામડે જવા માટે ઉમટી રહ્યા છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવે (Central Railway) એ મોટો નિર્ણય લીધો છે. મધ્ય રેલવે દ્વારા વધુ 9 વિશેષ ટ્રેનો (Special Train) છોડવામાં આવશે. આ ટ્રેનો નાગપુરથી CSMT, CSMTથી દાનાપુર વચ્ચે દોડશે.જેથી આ રૂટના મુસાફરોને મોટી રાહત થશે. મધ્ય રેલવેના જણાવ્યા અનુસાર, ગુરુવારે રાત્રે નાગપુરથી મુંબઈ માટે સ્પેશિયલ ટ્રેન છોડવામાં આવશે. આ ટ્રેન 16 નવેમ્બરે રાત્રે 10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 1.40 વાગ્યે CSMT પહોંચશે.ટ્રેન વર્ધા, બડનેરા, અકોલા, શેગાંવ, મલકાપુર, ભુસાવલ, નાશિક રોડ, ઇગતપુરી, કલ્યાણ, થાણે અને દાદર ખાતે સ્ટોપ લેશે. બીજી તરફ સીએસએમટી-દાનાપુર સ્પેશિયલ ટ્રેન મુંબઈથી દાનાપુર માટે છોડવામાં આવશે.

Join Our WhatsApp Channel

 

વિશેષ ટ્રેનો માટે રિઝર્વેશનની પણ સુવિધા…

 

આ ટ્રેન 18 અને 25 નવેમ્બરે સવારે 11.5 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 2 વાગ્યે દાનાપુર પહોંચશે. વળતરની મુસાફરી માટે, ટ્રેન 19 અને 26 નવેમ્બરના રોજ સાંજે 4:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 4:30 વાગ્યે CSMT પહોંચશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Air Pollution: મુંબઈમાં વઘતા વાયુ પ્રદુષણ વચ્ચે કાયદો નેવે મુકાયો? રાત્રે 12 વાગ્યા સુધી ચાલી આતશબાજી..

જેમાં સીએસએમટી-દાનાપુર ટ્રેન દાદર, કલ્યાણ, ઇગતપુરી, નાશિક રોડ, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ ચિવકી, પં. દીનદયાલ ઉપાધ્યાય જંકશન, બક્સર અને આરા સ્ટેશનો પર સ્ટોપ આપવામાં આવ્યા છે. મધ્ય રેલવેએ માહિતી આપી છે કે વિશેષ ટ્રેનો માટે રિઝર્વેશનની પણ સુવિધા આપવામાં આવશે.

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version