ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ , 28 એપ્રિલ 2021.
બુધવાર.
દેશમાં કોરોનાના કાળને લીધે લગ્ન કરવા માટે પણ નિયમો બની ગયા છે. જેમાં નિયમોનું ઉલ્લંઘન થતા એક લગ્નમાં ખુદ DM એ ટીમ સાથે દરોડો પાડયો . એટલું જ નહીં પરમિટ પણ ફાડી દીધું અને પંડિત, વર સહિત ઘણા જાનૈયાને ફટકારી લગ્ન પણ અટકાવી દીધા. જેના રાજકીય સ્તરે તીવ્ર પડઘા પડયા છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો બહુ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ચાલુ લગ્નમાં ઉચ્ચઅધિકારી પહોંચી જાય છે. અને પોલીસ કરતા પણ ભદ્ર વ્યવહાર કરતા નજરે પડે છે. આ વીડિયો ત્રિપુરાના અગરતલા શહેરનો છે. જ્યાં એક મેરેજ હોલમાં લગ્નની સરસ પાર્ટી ચાલી રહી હતી. દરમિયાન સિંઘમની જેમ ડીએમ શૈલેશ યાદવ પહોંચી ગયા અને પોલીસ સહિત જાનૈયા સાથે દુર્વ્યવહાર કર્યો. ડીએમ શૈલેષ યાદવ એટલા ગુસ્સામાં હતા કે,તેમણે પોતાની બોલવાની ભાષાનો પણ ખ્યાલ ના રાખ્યો અને લગ્ન સ્થળ પરથી જ ઉચ્ચ અધિકારીઓને ફોન કરી લગ્નમાં સહકાર આપતા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની વાત કરી.
ડીએમના ગુસ્સાનો શિકાર લગ્ન કરાવનારા પંડિત પણ થયા હતા. શૈલેશ યાદવે તેમને લાફો મારી દીધો. આ ધમાચકડીની વચ્ચે પરિવારજનોએ ડીએમને લગ્નની મંજૂરીનો લેટર દેખાડ્યો તો તે પણ ફાડી નાંખ્યો હતો. લગ્ન દરમિયાન ડીએમ અચાનક જ મેરેજ હોલમાં ઘૂસી ગયા અને લગ્ન અટકાવી દીધા. ત્યાં હાજર 70 વર્ષના વૃદ્ધ પંડિત ને માર્યા જે યોગ્ય નથી. વર અને વધુને પણ માર્યા. તેમના માતા-પિતાને ગાળો આપી. જે પ્રકારની ભાષાનો તેમણે ઉપયોગ કર્યો તે એક ડીએમને શોભતી નથી. આ મામલે 5 ધારાસભ્યોએ ડીએમ શૈલેષ યાદવ સામે ચીફ સેક્રેટરીને પત્ર લખ્યો છે. જોકે શૈલેષ યાદવે આવું પહેલી વખત નથી કર્યું. તેમનું નામ પહેલાં પણ અનેક વિવાદોમાં ઘેરાયેલું છે. થોડા મહિના પહેલાં તેમણે ભાજપના કેટલાક ધારાસભ્યો સાથે પણ ગેરવર્તૂક કરી હોવાનો આરોપ છે.
રસીકરણ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકા નો મોટો નિર્ણય. અઢાર વર્ષની ઉંમરના ઓને આ જગ્યાએ વેક્સિન મળશે.
ઉલ્લેખનીય છે કે, આપડે ગઈકાલે જ રતલામ શહેરનો એક કિસ્સો જોયો જેમાં પોલીસ લગ્નેછુક યુવકને કોરોના થયો હૉવા છતાં પણ યુગલને પીપીઈ ડ્રેસ પહેરાવીને પણ લગ્ન કરવાની મંજૂરી આપે છે. જયારે બીજી તરફ શૈલેષ યાદવ, જે પોતાના અધિકારોનો ગેરઉપયોગ કરીને સામાન્ય જનતાને રંજાડે છે.
ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બન્યો સિંઘમ, ફિલ્મી સ્ટાઇલથી લગ્નમાં પહોંચી ને લગ્ન બંધ કરાવ્યા. વીડિયો થયો વાયરલ…#TripuraDM #Covid19#Agartala #marriage pic.twitter.com/3DG07NPTXQ
— news continuous (@NewsContinuous) April 28, 2021