ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જૂન 2021
ગુરુવાર
ધર્માંતરના કેસમાં ઉત્તર પ્રદેશઍન્ટી-ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)એ ઉમર ગૌતમ અને તેના સાથી મુફ્તી કાઝી જહાંગીર કાસમીની ધરપકડ કરી હતી અને આ બંનેના સાત દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. આ પૂછપરછ દરમિયાન ઘર્માંતરની કેટલીક વિગતો પણ સામે આવી છે, જે ખૂબ જ આઘાતજનક છે. ઇસ્લામિક દાવા સેન્ટરની મદદથી છેલ્લા દોઢ વર્ષમાં ઉમર ગૌતમ અને જહાંગીર દ્વારા થયેલા ધર્મપરિવર્તનનું 17 પાનાંનું વિવરણ સામે આવ્યું છે.
આમાં ચોંકાવનારી હકીકત એ છે કે ધર્માંતર કરાયેલા લોકોમાં માત્ર એક જ વ્યક્તિ ઓછું ભણેલી હતી. બાકીના ઘણા સરકારી નોકરી કરનાર અને કેટલાક સૉફ્ટવેર ઇજનેરો છે. આ ઉપરાંત તેમાં દિલ્હીની હૉસ્પિટલની સ્ટાફ નર્સો, ગુજરાતના MBBS ડૉક્ટરો અને Ph.D. કરનારા લોકો પણ સામેલ છે. એટલું જ નહીં, ઇસ્લામિક દાવા સેન્ટરે ધર્મપરિવર્તનની સાથે સોગંદનામું પણ આપ્યું છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ લોભ અને ભય વિના તે સ્વયંસેવક પોતાનો અસલ ધર્મ છોડીને ઇસ્લામ અપનાવી રહ્યા છે.
મુંબઈની પાડોશમાં આવેલાં બાળકો શાળામાં જવા હોડીમાં પ્રવાસ કરે છે; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આમાં ઉમર ગૌતમના ભાગીદાર જહાંગીર આલમ કાસમી દ્વારા 7 જાન્યુઆરી,2020થી 12 જૂન 2021માં રૂપાંતરિત થયેલ 33 લોકોમાં 18 મહિલાઓ તેમ જ 15 પુરુષોનો સમાવેશ છે. એમાંથી સૌથી વધુ દિલ્હીના 14 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. જ્યારે ઉત્તર પ્રદેશના 9 લોકો, બિહારના ત્રણ અને મધ્યપ્રદેશના બે લોકો સામેલ છે. એ જ સમયે, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, ઝારખંડ અને કેરળમાંથી પ્રત્યેક એક વ્યક્તિએ ધર્મપરિવર્તન કરીને ઇસ્લામ સ્વીકાર્યો છે.