Site icon News Continuous Bureau | Mumbai

Dombivli MIDC Blast : ડોમ્બિવલી MIDCમાં કેમિકલ કંપનીના બોઈલરમાં જોરદાર વિસ્ફોટ, આટલા લોકો જીવતા દાઝ્યા..

Dombivli MIDC Blast : ડોમ્બિવલીના MIDC વિસ્તારના ફેઝ 2 સ્થિત એક કેમિકલ ફેક્ટરીમાં થયો હતો. ફેક્ટરીની અંદર વિસ્ફોટ ત્યારે થયો જ્યારે ઘણા કર્મચારીઓ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા. બોઈલરમાં ટેકનિકલ ખામીના કારણે વિસ્ફોટ થયો હોવાનું કહેવાય છે. આટલા મોટા વિસ્ફોટ અને આગના સમાચાર તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને આપવામાં આવ્યા હતા.

Dombivli MIDC Blast Massive blast triggers fire in Dombivli factory; 4 dead, 30 injured

Dombivli MIDC Blast Massive blast triggers fire in Dombivli factory; 4 dead, 30 injured

News Continuous Bureau | Mumbai 

Dombivli MIDC Blast : મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ડોમ્બિવલીના MIDC વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં આજે  બોઈલર ફાટવાને કારણે આગ ફાટી નીકળી હતી.  ડોમ્બિવલી કેમિકલ કંપની ( Chemical company ) માં બ્લાસ્ટના કારણે આસપાસની ઈમારતોના કાચ તૂટી ગયા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં બે મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બ્લાસ્ટમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

Join Our WhatsApp Channel

Dombivli MIDC Blast : ફાયરની 4 ગાડીઓ આવી પહોંચી હતી

આગના સમાચાર મળ્યા પછી, વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી અને ચાર ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલ્યા, જ્યારે સ્થાનિક વહીવટી અધિકારીઓ પણ પોલીસ દળની સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. કારખાનાની અંદર આગને કારણે કાળો ધુમાડો નીકળ્યો હતો જે ઘણા કિલોમીટર દૂરથી જોઈ શકાતો હતો. આ ધુમાડો જોઈને ઘણા લોકો અહીં એકઠા થઈ ગયા. જે બાદ માનપાડા પોલીસે સામાન્ય લોકોની ભીડને સ્થળ પરથી હટાવવી પડી હતી.

Dombivli MIDC Blast : વિસ્ફોટો હજુ પણ થઈ રહ્યા છે

થાણેની ઓમેગા ફેક્ટરીની અંદર હજુ પણ વિસ્ફોટોના અવાજ સંભળાઈ રહ્યા છે, જ્યારે લખાય છે ત્યાં સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ આગ પર કાબૂ મેળવવા સતત પ્રયાસ કરી રહી છે. ફેક્ટરીની અંદર હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની બહાર રાખવામાં આવેલા વાહનો અને આસપાસની ઈમારતોના કાચ તૂટી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો: Dombivli MIDC Blast : ડોમ્બિવલી MIDCમાં જોરદાર વિસ્ફોટ; આજુબાજુની ઈમારતોના તૂટી ગયા કાચ.. જુઓ વિડીયો

 Dombivli MIDC Blast : ડેપ્યુટી સીએમએ શું કહ્યું?

ડેપ્યુટી સીએમ ફડણવીસે આ મામલે કહ્યું છે કે બોઈલર બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 30થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. અંદર ફસાયેલા બાકીના લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે આ મામલે સ્થાનિક કલેક્ટર સાથે વાત કરી છે અને બચાવ કામગીરી ઝડપી બનાવવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે એનડીઆરએફ, ટીડીઆરએફ અને ફાયર બ્રિગેડની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જ્યારે સર્ચ અને રેસ્ક્યુ પણ ચાલી રહ્યું છે.

Chhattisgarh Blood Red Sky Phenomenon છત્તીસગઢમાં અદભુત નજારો સૂર્યાસ્ત સમયે આખું આકાશ લોહી જેવું લાલ! જુઓ વિડીયો
Mumbai Ahmedabad Bullet Train Completion Target મુંબઈઅમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ૨૦૨૭ ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય જમીનથી ૧૦૦ ફૂટ નીચે અદ્યતન સ્ટેશન અને અંડરવોટર ટનલ તૈયાર
Maharashtra MLC Election Rift In Mahayuti MLC પરિણામો બાદ મહાયુતિમાં આંતરિક વિખવાદ વકર્યો નાગપુરપુણેમાં પરાજય બદલ શિંદે જૂથ પર દોષારોપણ, ભાજપ એક્શન મોડમાં
Ineligible Candidate Wins Election In Rajasthan ચૂંટણી પંચ પણ સ્તબ્ધ! જે ઉમેદવાર રેસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા, તેમણે જ ચૂંટણી જીતીને રચ્યો ઈતિહાસ; જુઓ અહેવાલ
Exit mobile version