ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ, 2021
શનિવાર
બોમ્બે હાઈકોર્ટે ફી ઘટાડાના મુદ્દે શાળાઓ સામે 20 સપ્ટેમ્બર સુધી કડક કાર્યવાહી ન કરવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.
હાઇકોર્ટે સરકારને બે અઠવાડિયામાં એનો જવાબ દાખલ કરવાની સાથે કહ્યું આ મામલે વધુ સુનાવણી 20 સપ્ટેમ્બર પર મુલતવી રાખી છે.
ન્યાયાધીશો આર. ડી. ધાનુકા અને આર. આઈ. ચાગલાની ડિવિઝન બેન્ચે જીઆરને પડકારતી અરજી કરનાર એસોસિયેશનને પ્રતિસાદ આપતી એફિડેવિટ દાખલ કરવાનો આદેશ પણ રાજ્ય સરકારને આપ્યો હતો.
જીઆરમાં વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે ફીમાં 15 ટકા જેટલો ઘટાડો કરવા જણાવાયું છે.
અસોસિએશનના સભ્યો ખાનગી અનએઇડેડ માઇનોરિટી શાળાઓ અને પબ્લિક ચૅરિટેબલ ટ્રસ્ટ્સ છે, જે ઇન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અને આંતરરાષ્ટ્રીય બોર્ડ્સ જેવાં ભારતીય બોર્ડ્સને સંલગ્ન શાળાઓ ચલાવે છે.
પિટિશનરના કાઉન્સેલ પ્રવીણ સમધાનીએ દલીલ કરી હતી કે ‘ફી રાજ્યની શિક્ષણસંસ્થાઓ દ્વારા એકત્રિત કરવામાં આવશે, તેને લગતી જોગવાઈઓ મહારાષ્ટ્ર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન્સ (રેગ્યુલેશન ઑફ ફી) ઍક્ટ 2011નો ભાગ છે. આથી સરકાર આ પ્રકારનો જીઆર જારી કરી શકે નહીં.’
અમેરિકાએ કાબુલ હુમલાનો લીધો બદલો! IS-K ના ઠેકાણા પર એર સ્ટ્રાઈક, કાવતરાખોર આતંકીને કર્યો ઠાર