ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
1 જૂન 2020
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે જાહેરાત કરી હતી કે, 7 જૂનથી રહેણાંક વિસ્તારમાં અખબાર ડોર-ટુ-ડોર ડિલીવરી આપવાની મંજૂરી આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે છાપાં ડિલિવરી કરતાં છોકરાઓને માસ્ક અને હેન્ડ સેનિટાઇસર્સ આપવામાં આવશે.
અગાઉ અખબારોના વિતરકો સાથેની બેઠકમાં ઠાકરેએ તેમને ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં ડોર-ટુ-ડોર ડિલીવરી પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે. તેમણે કહ્યું કે અખબારની ડિલિવરી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કોરોના વાયરસ અથવા કોવીડ -19 ના ફેલાવોને રોકવા માટે લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે મુંબઇ અને પુણેમાં હાઉસિંગ સોસાયટીઓ અને વસાહતો સહિત વિવિધ સ્થળોએ ડોર-ટુ-ડોર અખબાર પહોંચાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો કારણકે છાપાં કોવીડ -19 ના વાયરસ પહોંચાડવાનું મુખ્ય માધ્યમ બન્યું હતું..
