Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બૅટિંગ, આટલા બધા ઓવરફલો થયા; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં સોમવારે બપોરથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ગગનબાવાડા, પન્હલા, શાહુવાડી અને ભુદરગઢ તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સાથે જ ડૅમ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે જેના પગલે વિવિધ નદીઓ પરના 17 ડૅમ પાણીમાં ડૂબી ગયા છે અને વાહનવ્યવહાર પણ ખોરવાયો છે.

કોલ્હાપુર જિલ્લામાં જોરદાર વરસાદ વરસતાં બુધવારે સવારે આઠ વાગ્યા સુધીમાં કોડે ડૅમ વિસ્તારમાં 172 મિમી, કુંભીમાં 150 મિમી અને પટગાંવમાં 119 મિમી વરસાદ નોંધાયો હતો. ભુદરગઢ તાલુકામાં સૌથી વધુ 28.4 મિમી વરસાદ નોંધાયો હતો.

ચોંકાવનારો ખુલાસો : ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાથી લગભગ 50 લાખ મોત, આઝાદી બાદ આ સૌથી મોટો આંકડો, જાણો કોણે કર્યો આ દાવો

ગત રવિવારે જિલ્લામાં દિવસભર વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. જોકે સોમવારે સવારથી વાતાવરણમાં પલટો આવી ગયો હતો. મંગળવારની મધ્યરાત્રિ બાદ જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદ વરસ્યો હતો. ડૅમ વિસ્તારમાં સારા વરસાદને કારણે નદીના પાણીનો સ્તર પણ વધી રહ્યો છે. પંચગંગાની સપાટી 23 ફૂટ સુધી પહોંચી ગઈ છે અને બાર ડૅમો પાણીની નીચે ડૂબી ગયા છે. રાધનગરી ડૅમમાંથી 1,350 ઘનફૂટ પાણી, વરાણાથી 1,110 ઘનફૂટ અને ઘાટપ્રભાથી 3,993 ઘનફૂટ પાણી છોડવામાં આવી રહ્યું છે.

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version