ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર
ગંગા અને યમુના નદીમાં ૪૫થી વધુ મૃતદેહ મળી આવ્યા છે. અત્યાર સુધી કુલ મળીને ૧૫૦ જેટલા મૃતદેહ બરામદ કરવામાં આવ્યા છે. હવે તંત્રમાં ફફડાટ પેઠો છે. વાત એમ છે કે તંત્ર એ વાતથી ચિંતિત છે કે જેટલા મૃતદેહો મળી આવ્યા છે તેમાંથી શું કોઈ કોરોના ગ્રસ્ત દર્દી હતો કે કેમ? કારણ કે કોરોના તરલ પદાર્થ સાથે ઝડપથી ફેલાય છે. જો મૃતદેહો માં કોરોનાના વિષાણુઓ હશે તો નિશ્ચિતપણે તે વિષાણુઓ હવે પાણી થકી અલગ અલગ જગ્યાએ ફેલાઈ રહ્યા હશે.
ભારતના પાડોશી એવા આ દેશમાં રાજનૈતિક અસ્થિરતા, વડાપ્રધાને વિશ્વાસ મત ગુમાવ્યો.
આ શબ કોના છે તેમજ મૃતકોને શા માટે આ રીતે ગંગામાં તેમજ યમુના નદીમાં નાખવામાં આવ્યા છે તેની તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં સદીઓથી ગંગા અને યમુના નદીમાં અંતિમ સંસ્કાર કરવાનો રિવાજ છે. જોકે હવે પરિસ્થિતિ પહેલાં કરતાં વિપરીત બની ગઈ છે. આથી તંત્રને એ વાતની ચિંતા છે કે વર્ષોથી ચાલતી આવતી આ પ્રથા ક્યાંક આખેઆખા ઉત્તર પ્રદેશ માટે સમસ્યારૂપ ન બની જાય.