Site icon

પંજાબની એક યુવતીએ કરી એવી માંગણી કે ખડખડાટ હંસી પડશો. કોર્ટે  આપ્યો અનોખો જવાબ. જાણો વિગત .

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ, 13 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

મંગળવાર.

      પંજાબ અને હરિયાણા કોર્ટ સમક્ષ એક વિચિત્ર કેસ આવ્યો છે , જેમાં અરજદાર યુવતીએ  બ્રિટિશ શાહી ઘરાનાના પ્રિન્સ હેરી સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરીછે. તે યુવતીનું કહેવું છે કે, પ્રિન્સ હેરીએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું, જે પૂર્ણ થયું ન હતું. અને એટલેજ એ યુવતીએ  પ્રિન્સ હેરી વિરુદ્ધ ધરપકડનું વોરંટ ઇશ્યૂ કરવાની માંગ કરી હતી.

       આશ્ચર્યની વાત એ છે કે, અરજદાર યુવતી એક વકીલ છે. જે પોતાનો કેસ લડવા માટે કોર્ટમાં પહોંચી  હતી. લાઈવ લો’ અનુસાર, અરજદારે કોર્ટમાં કેટલાક ઈમેલ પણ બતાવ્યા,તેના અનુસાર, તેમને પ્રિન્સ હેરીએ મોકલ્યા હતા અને લગ્ન કરવાના વાયદાઓ કર્યા હતાં  અને યાચિકામાં ડ્યૂક ઓફ સસેર્સ પ્રિન્સ હેરી વિરુદ્ધ ધરપકડનું વોરંટ જારી કરવાની માંગ કરી હતી જેથી લગ્નમાં વધુ વિલંબ ન થાય. કોર્ટે આ  વિશેષ અરજી પર કોર્ટની સીધી સુનાવણીને મંજૂરી આપી હતી. 

       જ્યારે કોર્ટે પુછ્યું કે શું એ યુવતી ક્યારે  પણ યૂનાઈટેડ કિંગડમ ગઈ હતી, તો તેનો જવાબ મળ્યો ન હતો. તેણે કહ્યું કે માત્ર સોશિયલ મીડિયા દ્વારા તેની પ્રિન્સ હેરી સાથે વાત થઈ હતી. તે યુવતીનો આવો હાસ્યાસ્પદ જવાબ સાંભળીને જજ પણ હસી પડ્યા હતા .ત્યારબાદ તે યુવતીની અરજીને રદ કરતાં ન્યાયાધીશે કહ્યું, “ફેસબુક, ટ્વિટર જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર બનાવટી આઈડી બનાવવામાં આવે છે.” શક્ય છે કે આ પ્રિન્સ હેરી પંજાબના એક ગામમાં બેઠો હોય અને તે પોતાના માટે કંઈક સારું શોધી રહ્યો હોય.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version