4
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Drone રાજકોટ જિલ્લાના સજાદિયાળી ગામની શ્રદ્ધાબેન સોરઠીયા આજે ગુજરાતની લાખો મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે. આધુનિક ખેતી (Modern Farming) અને નવી ટેકનોલોજી (Technology)ના સહારે શ્રદ્ધાબેનએ સાબિત કરી બતાવ્યું છે કે જો યોગ્ય તક મળે તો નારી શક્તિ શૂન્યમાંથી સર્જન કરી શકે છે. ડ્રોન (Drone) ટેકનોલોજી અપનાવી તેમણે માત્ર પોતાની નહીં, પરંતુ સમગ્ર વિસ્તારની મહિલાઓ માટે આર્થિક સ્વાવલંબન (Economic Self-Reliance)નો માર્ગ ખોલ્યો છે.
ડ્રોન (Drone) ટેકનોલોજીથી શ્રદ્ધાબેન બની વિસ્તારની પ્રથમ મહિલા પાયલોટ
સજાદિયાળી ગામની શ્રદ્ધાબેન સોરઠીયા પોતાના વિસ્તારમાં પ્રથમ મહિલા ડ્રોન (Drone) પાયલોટ બની છે. સખી મંડળ (Sakhi Mandal) અને સરકારની યોજના (Government Scheme)ના સહયોગથી તેમણે છેલ્લા દોઢ વર્ષમાં 3,000 એકરથી વધુ ખેતી જમીનમાં દવાનો છંટકાવ કર્યો છે. આધુનિક પદ્ધતિથી કામ કરી તેમણે રૂ.13 લાખથી વધુનું ટર્નઓવર (Turnover) હાંસલ કર્યું છે અને હાલમાં વાર્ષિક 10 લાખ રૂપિયાથી વધુની આવક મેળવી રહી છે.
ડ્રોન (Drone) ખેતીમાં સમય અને ખર્ચની મોટી બચત
ડ્રોન (Drone) ટેકનોલોજીના ઉપયોગથી ખેતીમાં સમય અને નાણાં બંનેની બચત થઈ રહી છે. અગાઉ જ્યાં 10 વીઘા જમીનમાં દવાનો છંટકાવ કરવા માટે 5 કલાકનો સમય લાગતો હતો, ત્યાં હવે માત્ર 1 કલાકમાં સચોટ કામગીરી પૂર્ણ થાય છે. સરકાર તરફથી મળતી સબસિડી (Subsidy) અને મજૂરી ખર્ચમાં રાહત મળતા ખેડૂતોમાં પણ આ પદ્ધતિ ઝડપી લોકપ્રિય બની રહી છે.
આ સમાચાર પણ વાંચો :Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો