News Continuous Bureau | Mumbai
Drug Racket: અમદાવાદ ( Ahmedabad ) માંથી વધુ એક મોટા ડ્રગ્સ રેકેટ ( Drug Racket ) નો પર્દાફાશ થયો છે, અમદાવાદ સાયબર ક્રાઇમ (Cyber Crime) અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ ( Custom Department ) ના સંયુક્ત ઓપરેશનમાં 46 લાખથી વધુના ડ્રગ્સ (Drug) ને ઝડપી પાડવામાં આવ્યો છે, આ સમગ્ર ડ્રગ્સ કૌભાંડ આંતરરાષ્ટ્રીય લેવલ પર ચાલતુ હતુ, કેનેડા (Canada) થી દેશભરમાં કોકોઇન અને કેનાબીજ જેવા કેફી ડ્રગ્સ પદાર્થોને સપ્લાય કરવામાં આવતુ હતુ, આ સમગ્ર કૌભાડમાં ડ્રગ્સને એક કૂરિયર કંપની દ્વારા ટ્રાન્સફર કરાતુ હતુ.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં આજે એક મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો ( international drug racket) ખુલાસો થયો છે. કેનેડાથી દેશભરમા સપ્લાય થતા ડ્રગ્સ રેકેટને અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઓપરેશનમાં ઝડપી પાડવામા આવ્યુ છે, આ પાર્ટી ડ્રગ્સને રમકડા અને પુસ્તકોમા સપ્લાય કરવામા આવતુ હતુ. અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગનુ સંયુક્ત ઓપરેશનમાં 2.31 લાખનુ કૉકેઈન અને 46 લાખની કિંમતના 5.97 કિલો કેનાબીજ ડ્રગ્સને કબજો કરવામા આવ્યા હતા. ખાસ વાત છે કે, પુસ્તકના પાનાને ડ્રગ્સમા પલાડી દેશ દુનિયામાં મોકલવામા આવતું હતુ, એટલું જ નહીં આ સમગ્ર રેકેટમાં ડ્રગ્સને એક આંતરરાષ્ટ્રીય કૂરિયર કંપની મારફતે ટ્રાન્સફર કરવામાં આવતુ હતુ. આમાં ડાર્ક વેબથી ઓર્ડર આપીને આ ડ્રગ્સ મેળવાતું હતુ.
સુરતમાં ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરની ધરપકડ…
પોલીસના જણાવ્યા અનુસાર, મળેલા ઈનપુટ મુજબ, તાજેતરમાં અમેરિકાથી આવા જ 20 જેટલા પાર્સલ આવ્યા હતા. હાલ આમાંથી એક પાર્સલ પોલીસના હાથમાં છે. આવી સ્થિતિમાં પોલીસે બાકીના 19 પાર્સલને શોધવા તપાસનો દોર વધાર્યો છે. પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ માટે FPO અને અમદાવાદ કસ્ટમ્સ સાથે મળીને સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. કેસની તપાસમાં જોડાયેલા પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રકારના પાર્સલ પહેલીવાર આવ્યા નથી, હકીકતમાં આવા પાર્સલ પહેલા પણ આવતા રહ્યા છે, પરંતુ હવે તેના વિશે માહિતી મળી રહી છે.
अहमदाबाद :@AhmedabadPolice के साइबर सेल के क्रैक-डाउन में पहली बार सामने आयी चौंकाने वाली मोड्स ओप्रेंडी–
कनाडा से ऑपरेट कर रहे internatiinal gang द्वारा भारत मैं ड्रग्स सप्लाई करने के रैकेट का अहमदाबाद साइबर क्राइम सेल द्वारा पर्दाफाश
Dark web के ज़रिये चल रहे ड्रैग रैकेट… pic.twitter.com/5m6eRy8frt
— Nirnay Kapoor (@nirnaykapoor) September 30, 2023
આ સમાચાર પણ વાંચો : મુંબઈ કોવિડ સેન્ટર કૌભાંડમાં સંજય રાઉતના આ સહયોગીએ ભજવી મુખ્ય ભૂમિકા! EDની ચાર્જશીટમાં સામે આવી આ ચોંકાવનારી માહિતી, જાણો શું છે આ સમગ્ર પ્રકરણ. વાંચો વિગતે અહીં..
પોલીસના જણાવ્યા અનુસાર ડ્રગ્સનું આ કન્સાઈનમેન્ટ કેનેડા, અમેરિકા અને ફૂકેટથી પોસ્ટ મારફતે ભારત પહોંચ્યું હતું. અહીંથી તે અમદાવાદના ડ્રગ્સ પેડલર્સ તેમજ સુરત અને બરોડામાં બેઠેલા દાણચોરોને પહોંચાડવાનું હતું. પોલીસ ટીમના જણાવ્યા અનુસાર, ડ્રગ્સના કન્સાઇનમેન્ટનો ઓર્ડર આપનારા ચાર ડ્રગ માફિયાઓની અત્યાર સુધીમાં ઓળખ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા ડ્રગ્સની દાણચોરી કરવા માટે તસ્કરોએ અનોખી પદ્ધતિ અપનાવી હતી. વાસ્તવમાં, ઝડપાયેલ કોકેઈન નક્કર સ્વરૂપમાં હોવાને બદલે, પુસ્તકના પૃષ્ઠો કોકેઈનમાં ડૂબી ગયા હતા. પાર્સલ રિકવર કર્યા પછી, પોલીસે તેમાંથી કોકેઈન કાઢવા માટે લગભગ 50 કાગળની શીટ્સ પાણીમાં ઉકાળી હતી.