Site icon

Drug Racket: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, ડ્રગ્સ માફિયાઓ માટે અમદાવાદ બન્યું હોટ ફેવરિટ.. જાણો શું છે આ સમગ્ર મામલો! વાંચો વિગતે અહીં..

Drug Racket: અમદાવાદમાંથી વધુ એક મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે, અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઓપરેશનમાં 46 લાખથી વધુના ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યો છે, આ સમગ્ર ડ્રગ્સ કૌભાંડ આંતરરાષ્ટ્રીય લેવલ પર ચાલતુ હતુ…

Drug Racket: International drugs racket busted, Ahmedabad became a hot favorite for drug mafias Know what this whole case is all about!

Drug Racket: International drugs racket busted, Ahmedabad became a hot favorite for drug mafias Know what this whole case is all about!

News Continuous Bureau | Mumbai 

Drug Racket: અમદાવાદ ( Ahmedabad ) માંથી વધુ એક મોટા ડ્રગ્સ રેકેટ ( Drug Racket ) નો પર્દાફાશ થયો છે, અમદાવાદ સાયબર ક્રાઇમ (Cyber Crime) અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ ( Custom Department ) ના સંયુક્ત ઓપરેશનમાં 46 લાખથી વધુના ડ્રગ્સ (Drug) ને ઝડપી પાડવામાં આવ્યો છે, આ સમગ્ર ડ્રગ્સ કૌભાંડ આંતરરાષ્ટ્રીય લેવલ પર ચાલતુ હતુ, કેનેડા (Canada) થી દેશભરમાં કોકોઇન અને કેનાબીજ જેવા કેફી ડ્રગ્સ પદાર્થોને સપ્લાય કરવામાં આવતુ હતુ, આ સમગ્ર કૌભાડમાં ડ્રગ્સને એક કૂરિયર કંપની દ્વારા ટ્રાન્સફર કરાતુ હતુ.

Join Our WhatsApp Community

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં આજે એક મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો ( international drug racket) ખુલાસો થયો છે. કેનેડાથી દેશભરમા સપ્લાય થતા ડ્રગ્સ રેકેટને અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઓપરેશનમાં ઝડપી પાડવામા આવ્યુ છે, આ પાર્ટી ડ્રગ્સને રમકડા અને પુસ્તકોમા સપ્લાય કરવામા આવતુ હતુ. અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગનુ સંયુક્ત ઓપરેશનમાં 2.31 લાખનુ કૉકેઈન અને 46 લાખની કિંમતના 5.97 કિલો કેનાબીજ ડ્રગ્સને કબજો કરવામા આવ્યા હતા. ખાસ વાત છે કે, પુસ્તકના પાનાને ડ્રગ્સમા પલાડી દેશ દુનિયામાં મોકલવામા આવતું હતુ, એટલું જ નહીં આ સમગ્ર રેકેટમાં ડ્રગ્સને એક આંતરરાષ્ટ્રીય કૂરિયર કંપની મારફતે ટ્રાન્સફર કરવામાં આવતુ હતુ. આમાં ડાર્ક વેબથી ઓર્ડર આપીને આ ડ્રગ્સ મેળવાતું હતુ.

સુરતમાં ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરની ધરપકડ…

પોલીસના જણાવ્યા અનુસાર, મળેલા ઈનપુટ મુજબ, તાજેતરમાં અમેરિકાથી આવા જ 20 જેટલા પાર્સલ આવ્યા હતા. હાલ આમાંથી એક પાર્સલ પોલીસના હાથમાં છે. આવી સ્થિતિમાં પોલીસે બાકીના 19 પાર્સલને શોધવા તપાસનો દોર વધાર્યો છે. પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ માટે FPO અને અમદાવાદ કસ્ટમ્સ સાથે મળીને સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. કેસની તપાસમાં જોડાયેલા પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રકારના પાર્સલ પહેલીવાર આવ્યા નથી, હકીકતમાં આવા પાર્સલ પહેલા પણ આવતા રહ્યા છે, પરંતુ હવે તેના વિશે માહિતી મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ કોવિડ સેન્ટર કૌભાંડમાં સંજય રાઉતના આ સહયોગીએ ભજવી મુખ્ય ભૂમિકા! EDની ચાર્જશીટમાં સામે આવી આ ચોંકાવનારી માહિતી, જાણો શું છે આ સમગ્ર પ્રકરણ. વાંચો વિગતે અહીં..

પોલીસના જણાવ્યા અનુસાર ડ્રગ્સનું આ કન્સાઈનમેન્ટ કેનેડા, અમેરિકા અને ફૂકેટથી પોસ્ટ મારફતે ભારત પહોંચ્યું હતું. અહીંથી તે અમદાવાદના ડ્રગ્સ પેડલર્સ તેમજ સુરત અને બરોડામાં બેઠેલા દાણચોરોને પહોંચાડવાનું હતું. પોલીસ ટીમના જણાવ્યા અનુસાર, ડ્રગ્સના કન્સાઇનમેન્ટનો ઓર્ડર આપનારા ચાર ડ્રગ માફિયાઓની અત્યાર સુધીમાં ઓળખ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા ડ્રગ્સની દાણચોરી કરવા માટે તસ્કરોએ અનોખી પદ્ધતિ અપનાવી હતી. વાસ્તવમાં, ઝડપાયેલ કોકેઈન નક્કર સ્વરૂપમાં હોવાને બદલે, પુસ્તકના પૃષ્ઠો કોકેઈનમાં ડૂબી ગયા હતા. પાર્સલ રિકવર કર્યા પછી, પોલીસે તેમાંથી કોકેઈન કાઢવા માટે લગભગ 50 કાગળની શીટ્સ પાણીમાં ઉકાળી હતી.

Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version