News Continuous Bureau | Mumbai
વિષમ વાતાવરણને કારણે અત્યાર સુધી ચારધામની યાત્રામાં(Chardham Yatra) 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. એ સાથે જ તીર્થયાત્રીઓને(Pilgrims) મંદિર સુધી પહોંચાડનારા ઘોડા(Horses) અને ખચ્ચરોએ(Mules) પણ વધુ પડતા શારીરિક શ્રમને(Physical labor) કારણે જીવ ગુમાવી દીધા છે. યાત્રા ચાલુ થયા બાદ 16 દિવસમાં લગભગ 60થી વધુ ઘોડા-ખચ્ચરો મૃત્યુ પામ્યા છે.
કોરોના મહામારીને(Corona epidemic) પગલે બે વર્ષના ગેપ બાદ આ વર્ષે ચાલુ થયેલી ચારધામ યાત્રામાં આ વર્ષે મોટા પ્રમાણમાં લોકોની ભીડ ઉમટી? રહી છે. અત્યાર સુધી 1,25,000 તીર્થયાત્રીઓએ ઘોડા અને ખચ્ચર પર સવારી કરીને કેદારનાથ ધામ(Kedarnath Dham) સુધી પહોંચ્યા છે. જોકે તેમને ઉપર મંદિર સુધી પહોંચાડનારા બિચારા મૂંગા પ્રાણીઓ માટે રસ્તા પર કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે કલાકોને કલાકો વજન સહન કરીને ચાલનારા અનેક ઘોડા અને ખચ્ચરોને પોતાનો જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.
કેદારનાથના રૂટ(Kedarnath route) પર તો હાલત એટલી ખરાબ છે કે ઘોડા અને ખચ્ચરો માટે તેમને રહેવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. તેમના મૃત્યુ બાદ તેમને વિધિવત અંતિમ સંસ્કાર(Last Rites) પણ તેમના માલિક દ્વારા કરવામાં આવતા ન હોવાનું કહેવાય છે. કેદારનાથ રૂટ પર ઘોડો કે ખચ્ચર મરી જાય તો તેનો માલિક તેને ત્યાં જ ખીણમાં ફેંકી દેતા હોય છે જ્યાંથી તેમના મૃતદેહ સીધા મંદાકીની નદીમાં જતા હોય છે. જેને કારણે નદીનો તો પ્રદૂષિત થાય છે પણ સાથે જ મહામારી ફેલાવાનું પણ જોખમ વધી જાય છે.
આ સમાચાર પણ વાંચો : સાહેબનો વટ તો જુઓ! એક પાલતુ કુતરા માટે IAS અધિકારીએ આખું સ્ટેડિયમ કરાવી દીધું ખાલી, હવે ગૃહ મંત્રાલયે કરી આ કડક કાર્યવાહી.. જાણો શું છે સમગ્ર મામલો
કેદારનાથ 11750 ફૂટ ઊંચાઈ પર આવેલું છે તે માટે ભક્તોને 18થી 20 કિલોમીટરનો પ્રવાસ કરવાનો હોય છે. મોટાભાગના તીર્થયાત્રીઓ ઘોડા અને ખચ્ચરની મદદથી આ અંતર પાર કરીને કેદારનાથ પહોંચતા હોય છે. રસ્તામાં આ પ્રાણીઓને ખાવા માટે ભરપેટ ખાવા ચણા, ભુસુ અને ગરમ પાણીની સગવડ નથી. તેમના માલિકો પણ તેમની પાસેથી દિવસના બે-ત્રણ ચક્કર કેદારનાથના લગાવે છે, તેને કારણે તેમને રાતનો પણ આરામ મળતો નથી અને તેને કારણે તેઓ થાકીને ચૂર થઈ જાય છે અને બિચારાઓ મૃત્યુ પામતા હોવાના અહેવાલ છે.
મીડિયા હાઉસના અહેવાલ મુજબ કેદારનાથમાં ફક્ત 16 દિવસમાં 55 ઘોડા અને ખચ્ચર પેટમાં દુખાવાને કારણે મૃત્યુ પામ્યા છે. તો 4 ઘોડા અને ખચ્ચરના ખીણમાં પડી જવાથી મૃત્યુ પામ્યા છે.