Heavy rain: સુરતમાં ભારે વરસાદ, પંચાયત હસ્તકના ૪૫ રસ્તાઓ વાહન વ્યવહાર માટે કરાયા બંધ..

Due to heavy rain, 45 Panchayat owned roads were closed for vehicular traffic in Surat
Due to heavy rain, 45 Panchayat owned roads were closed for vehicular traffic in Surat

News Continuous Bureau | Mumbai
Heavy rain: સુરત(Surat) જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બારડોલી (Bardoli)તાલુકામાં ૮ ઈચ, મહુવા તાલુકામાં ૧૨ ઈચ પલસાણા તાલુકામાં ૬ ઈચ, માંડવીમાં ચાર ઈચ જેટલા ભારે વરસાદના કારણે જિલ્લામાં ઓવર ટોપિંગ, અન્ડર પાસમાં પાણી ભરવા(waterlogged)ને કારણે બપોરે ૧.૦૦ વાગ્યાની સ્થિતિએ ૪૫ જેટલા રસ્તાઓને વાહન વ્યવહાર તથા લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં પલસાણાના નવ, બારડોલીના ૧૭, મહુવાના ૧૩ અને માંડવી તાલુકાના છ રસ્તાઓ બંધ(Road closed) કરાયા છે. જરૂર જણાય ત્યાં હોમગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે. લોકો અવરજવર તરીકે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી શકશે.

મહુવા તાલુકાના ૧૩ રસ્તાબંધ

Due to heavy rain, 45 Panchayat owned roads were closed for vehicular traffic in Surat
Due to heavy rain, 45 Panchayat owned roads were closed for vehicular traffic in Surat

મહુવા તાલુકાના ૧૩ રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જેમાં મહુવા તાલુકામાં ભગવાનપુરા વાંકથી સાંબા રોડ, કોષ ખાખરી ફળિયાથી ચડાવ રોડ,આંગલધરા પારસી ફળિયા રોડ,નળધરા સરકાર ફળીયા ટુ બેઝીયા ફળીયા રોડ, ફરવણ કોધાર ફળીયા રોડ,વહેવલ ખુંટી ફળીયા રોડ,મહુવરીયા પટેલ ફળીયા ટુ લીમડી ફળિયા ટુ કાકરીમોર કોલોની રોડ,મહુવરીયા કાંકરીમોરા રોડ, ખરવણ ભીલ ફળિયા રોડ, મહુવા ઓંડચ આમચક્ર કવિઠા નિહાલી રોડના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

બારડોલી તાલુકાના ૧૭ રસ્તાબંધ

Due to heavy rain, 45 Panchayat owned roads were closed for vehicular traffic in Surat
Due to heavy rain, 45 Panchayat owned roads were closed for vehicular traffic in Surat

બારડોલી તાલુકામાં ઉતારા વધાવા કરચકા રોડ,વાંકાનેર પારડી વાલોડ રોડ,બાલદા જુનવાણી રોડ, જુની કીકવાડ ગભેણી ફળિયા રોડ, રામપુરા એપ્રોંચ રોડ(પી.એમ.જી.એસ.વાય), ખરવાસા મોવાછી જોઇનીંગ સામપુરા રોડ, નસુરા મસાડ નવી વસાહત,નસુરા મસાડ વગા રોડ,ટીમ્બરવા કરચકા રોડ, વડોલી બાબલા રોડ, સુરાલી કોતમુંડા થી બેલ્ધા રોડ,વડોલી અંચેલી રોડ,સુરાલી સવિન જકાભાઇના ઘરથી ધારિયા કોઝવે રોડ, સુરાલી ધારિયા ઓવારા રોડ, રાયમ ગામે વોરટરવર્કથી સ્મશાન તરફ જતો રોડ, ઉવા કાપલીયા ફળિયા રોડ અને ખરડ એપ્રોચ રોડ પરનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નાગરિકો નજીકના રસ્તાઓનો ઉપયોગ કરી શકશે.

આ સમાચાર પણ વાંચો : Pink Dolphin : દરિયામાં ડૂબકી મારતી દેખાઈ ગુલાબી રંગની ડોલ્ફિન, રહસ્યમય નજારાઓએ લોકોને ચોકાવ્યા..

પલસાણા તાલુકાના નવ રસ્તા બંધ

સુરતના પલસાણા તાલુકાના બગુમરા તુંડી રોડ, બગુમરા બલેશ્વર રોડ,તુંડી દસ્તાન રોડ,એના વીન્ઝોલીયા રોડ,તુંડી દસ્તાન રોડ, ઓલ્ડ બી.એ રોડ પાર્સીગ થુ ચલથાણ બલેશ્વર પલસાણા વિલેજ રોડ,અંભેટી વાધેચ રોડ, મલેકપુર સીસોદરા રોડ,મખિંગા જોઇન્ટ ટુ NH રોડ બંધ કરવામાં આવ્યા છે.
માંડવી તાલુકામાં છ રસ્તાઓ ઓવર ટોપીંગના કારણે વિરપોર ઘલા રોડ,કાકરાપાર એપ્રોચ રોડ,માંડવી મોરીઠા કાલીબેલ રેગામાં રોડ, દેવગઢ અંધારવાડી લીબ્ધા રોડ,દેવગઢ કોલખડી રોડ,દેવગઢ લુહારવડ રોડ બંધ કરવામાં આવ્યા છે.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!