Site icon News Continuous Bureau | Mumbai

Sardar Sarovar Dam : ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાં પાણીનો સતત આવરો થતા નર્મદા ડેમના દરવાજા ખોલાયા

Sardar Sarovar Dam : નર્મદા નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ થતા કાંઠાના કેટલાંક ગામોને અસર થતા. વહીવટી તંત્રના પ્રયાસોથી બચાવ રાહત રેસ્ક્યુ કામ ત્વરિત કરાયું

Due to heavy rains in the upstream, the Sardar Sarovar Dam is continuously covered with water, opening the gates of Narmada Dam.

Due to heavy rains in the upstream, the Sardar Sarovar Dam is continuously covered with water, opening the gates of Narmada Dam.

News Continuous Bureau | Mumbai 

Sardar Sarovar Dam : મોડી રાત સુધી લોકોનેNDRF, SDRF અને સ્વયંમ સેવકોના સહયોગથી લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયું કેવડીયા ગામમાં અડધી રાત્રીએ જિલ્લા પંચાયતના પ્રમુખધારા સભ્યશ્રી જિલ્લા પોલીસ વડા અને ગ્રામજનો લોકોને હોડી દ્વારા સલામત જગ્યાએ ખસેડાયા

Join Our WhatsApp Channel
મહિલા બાળકો વૃધ્ધ લોકોને ઘરની બહાર લાવી આશ્રય સ્થાનમાં ખસેડાયા
રાજપીપલારવિવારઃ- નર્મદા જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના સબંધિત મામલતદાર પ્રાંત અધિકારીને પુર ગ્રામાં ફસાયેલા લોકો ADRFSDRF ટીમો દ્વારા રેસ્ક્યુ કરીને ગામમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા નદી કાંઠાના વિકલાંગ બબલાભાઈ તડવી સુરેશભાઈ, લતાબેન શાંતાબેન અને પરિવારના સભ્યો તથા ૧૫ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા તથા ગભાણા ગામે કેટલાંક લોકો પાણીમાં ફસાતા તેમને પણ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
કેવડીયા ખાતે નવયુક્ત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીમસિહ તડવીધારાસભ્યશ્રી દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પોલીસવડાશ્રી પ્રશાંત સુબે અને પોલીસ જવાનો દ્વારા લોકોને સલામતી સ્થળે ખસેડવાની વ્યવસ્થા અડધી રાત્રીએ કરવામાં આવી હતી.
આ રેસ્ક્યુ કામગીરીમાં પ્રાંતઅધિકારીશ્રી ગોકલાણીમામલતદારશ્રી ભોય તથા સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોના સહયોગથી બચાવ રાહત કામગીરી ત્વરિત ધોરણે કરવામાં આવી હતી અ NDRFના ૨૨ જેટલા જવાનો ફસાયેલા લોકોને બોટ દ્વારા બચાવ કામગીરીમાં જોતરાયા હતા. કેવડીયા નિચલા ફળિયામાં ૩૦ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.
આ સમાચાર પણ વાંચો : ICC ODI Ranking: એશિયા કપમાં ભારતની જીત છતાં, પાકિસ્તાન બની ગઈ વનડેમાં નંબર-1 ટીમ, જાણો કઈ રીતે થયો પાકિસ્તાન ટીમને ફાયદો.. 
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના નદી કાંઠાના કુલ ૧૩ ગામોના ૫૮ કુટુંબોના ૪૪૦ લોકો સગા સબંધિત તથા પ્રાથમિક શાળા હાઈસ્કુલમાં સલામત સ્થળે તા. ૧૭/૦૯/૨૦૨૩ની સ્થાંતરિત કરવામાં આવ્યા છે. આ સંખ્યા રાત્રીના ૧૨ કલાકની પરિસ્થિતિ દર્શાવે છે. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા અમલીકરણ અધિકારીઓ પણ આ રેસ્ક્યુ માનવતાના કામમાં રાતદિન પરવા કર્યા વિના જોતરાઈને માનવીની જીવ બચાવવામાં દિલથી કામ કરી રહ્યાં છે.
Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version