ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 નવેમ્બર, 2021
બુધવાર.
દિવાળી અને ધનતેરસના શુભ અવસરે લોકો મોટા પાયા પર નવા વાહનોની ખરીદી કરતા હોય છે. જોકે ઈંધણના આસમાને પહોંચેલા ભાવને પગલે છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે કાર અને બાઈકના વેચાણમાં 32 ટકાનો ઘટાડો થયો છે.
વાહન રજિસ્ટ્રેશનની ઓફિસમાં નોંધાયેલા વાહનોની સંખ્યા પરથી આ વર્ષે દીવાળીમાં વાહનોની ખરીદી ઘટી ગઈ હોવાનું જણાયું છે. દિવસેને દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધી રહ્યા છે. તેની અસર વાહન ઉદ્યોનને પડી રહી છે.
છેલ્લા દોઢ વર્ષમાં પેટ્રોલની કિમતમાં 51 અને ડિઝલના ભાવમાં 60 ટકાનો વધારો થયો છે. વાહનચાલકોને આટલું મોંધુ પેટ્રોલ-ડીઝલ ખરીદવું ભારે પડી રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ 115 રૂપિયાથી વધુ અને ડીઝલની કિંમત 106 રૂપિયાથી વધુ થઈ ગઈ છે. ગયા વર્ષે સાત એપ્રિલના પેટ્રોલની કિંમત 76 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પ્રતિ લિટરે 66 રૂપિયા હતું.
ભારતીય ક્રિકેટર દીપક ચહરની બહેન માલતી આ ફિલ્મ દ્વારા કરશે તેના ફિલ્મી કરીઅર ની શરૂઆત; જાણો વિગત
પેટ્રોલ-ડીઝલના કારણે વાહનોનું વેચાણ ઘટી ગયું છે જોકે સીએનજી સંચાલિત વાહનોની ડિમાન્ડ છે. ધનતેરસ અને દિવાળી ના 15 દિવસ પહેલા વાહનોનું એડવાન્સ બુકિંગ થતું હોય છે. આ વર્ષે મુંબઈના જુદા જુદા શોરૂમમાં 2,447 કાર અને 6,237 બાઈક બુક થઈ છે.
નિષ્ણાતોના કહેવા મુજબ વાહનોના વેચાણમાં ઘટાડો દશેરાથી ચાલુ થઈ ગયો હતો. દશેરમાં 2,818 કાર અને 5034 બાઈકનું રજિસ્ટ્રેશન થયું હતું. 2020ની સાલની સરખામણીમાં આ વર્ષે દશેરામાં કાર અને બાઈકના વેચાણમાં અનુક્રમે 13 અને 39 ટકાનો ઘટાડો થયો છે. તો 2019ની વર્ષની સરખામણીમાં 2020માં દશેરામાં ત્રણ ટકા વધુ કારનું વેચાણ થયું હતું.