Site icon

મહારાષ્ટ્રમાં રાજનીતિને કારણે ભોગ લેવાઈ રહ્યો છે વિકાસનાં કામનો? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં થઈ રહેલા વિલંબને કારણે અટવાઈ પડ્યો છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાય છે. લાંબા સમયથી મહારાષ્ટ્રના થાણે અને પાલઘર જિલ્લામાં જમીન સંપાદનમાં થઈ રહેલા વિલંબને કારણે પ્રોજેક્ટ અટવાઈ ગયો છે.  જોકે ખરેખર તો રાજકીય કારણસર જ આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો  હોવાનું રાજકીય સ્તરે ચર્ચાય છે. બુલેટ ટ્રેનનું કામ ત્યારે જ ચાલુ થશે જ્યારે કાંજુરમાર્ગમાં મેટ્રો કારશેડને આડે આવેલી અડચણો દૂર થશે એવું શિવસેનાએ અંદરખાને ભાજપને જણાવી દીધું હોવાનું માનવામાં આવે છે.

શિવસેના બુલેટ ટ્રેનના  પ્રોજેક્ટ સામે નડી ગઈ હોવાને કારણે જમીન સંપાદન થઈ શક્યું નથી. એનું કારણ મુંબઈમાં મેટ્રો કારશેડ કહેવાય છે. કાંજુરમાર્ગમાં મેટ્રો કારશેડ બાંધવાને લઈને શિવસેના અને ભાજપ સામસામે થઈ ગઈ હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે મેટ્રો કારશેડને આરે કૉલોનીને બદલે કાંજુરમાર્ગ ખસેડવા માગતા હતા. એ માટેનું કામ પણ ચાલુ થઈ ગયું હતું. જોકે હવે કેન્દ્ર સરકાર એને આડે આવી ગઈ હતી. જમીન કેન્દ્ર સરકારની  માલિકીની હોવાનું કહીને તેમણે મેટ્રો કારશેડનું કામ રોકી દીધું હતું. આખો મુદ્દો કોર્ટમાં જતો રહ્યો છે. એથી હાલ મેટ્રો કારશેડનું કામ અટવાઈ પડ્યું છે. ભાજપ જો મેટ્રો કારશેડને આડે આવતાં વિધ્નો દૂર કરે તો તેઓ પણ બુલેટ ટ્રેનના માર્ગમાં  કોઈ અવરોધ નહીં લાવે એવો મૅસેજ સેનાએ ભાજપને મોકલાવ્યો હોવાનું અંદરખાને  ચર્ચાય છે.

મહારાષ્ટ્રમાં છૂટ આપવાનો નિર્ણય જોખમી સાબિત થશે? મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસના ત્રણ અલગ વેરિયન્ટ મળી આવ્યા; જાણો વિગત

રાજકીય સ્તરે ચાલતી પૉલિટિકલ પાર્ટીઓના આ રાજકરણને કારણે જોકે વિકાસનાં કામોને આડે અવરોધો આવી રહ્યાં છે. જોકે હવે  મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટી શિવસેનાએ  આ પ્રોજેક્ટ પ્રત્યે કૂણું વલણ અપનાવ્યું હોવાનું કહેવાય છે. શિવસેનાએ થાણે અને પાલઘરમાં જમીન સંપાદન બાબતે સ્થાનિક જિલ્લા પ્રશાસનને યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. એથી બહુ જલદી બુલેટ ટ્રેનની આડેની અડચણો દૂર થવાની શક્યતા છે. જોકે એની સામે કાંજુરમાર્ગમાં કારશેડના માર્ગમાં રોડા નહીં નાખવાનું શિવસેનાએ અપ્રત્યક્ષ રીતે ભાજપને જણાવી દીધું હોવાનું માનવામાં આવે છે.

Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Exit mobile version