ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
અધર બેકવર્ડ ક્લાસ(ઓબીસી)ને 27 ટકા આરક્ષણ આપવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુકી દીધો છે. તેથી 21 ડિસેમ્બરના રાજ્યમાં થનારી પેટાચૂંટણી અને સ્થાનિક પાલિકાની ચૂંટણીમાં ઓબીસી માટે રહેલી બેઠકો પર ચૂંટણી પંચે સ્ટે મૂકી દીધો છે.
સુપ્રીમ કોર્ટે ઓબીસીના આરક્ષણ પર સ્ટે મૂકી દીધો છે. તેથી આગામી સમયમાં થનારી ચૂંટણીઓમાં ઓબીસી માટે આરક્ષિત રાખેલી બેઠકો પર ચૂંટણી થશે નહીં. તેની અસર જિલ્લા પરિષદ, નગર પંચાયતથી લઈને પૂણે મહાનગરપાલિકા અને કદાચિત મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ જોવા મળશે.
ચૂંટણી પંચના આદેશ બાદ રાજયની 106 નગર પંચાયતની 1802 જગ્યા માટે થનારી ચૂંટણીમાંથી ઓબીસી માટે રહેલી 400 જગ્યાની ચૂંટણી પર સ્ટે આવી ગયો છે.
રાજયમાં ઓબીસી શ્રેણીને આરક્ષણ આપવાનો તમામ પક્ષની સહસંમત્તિએ સપ્ટેમ્બર 2021માં નિર્ણય લેવાયો હતો. જોકે હવે સુપ્રીમ કોર્ટેનો સ્ટે આવી ગયો છે, તેથી આગળ મહારાષ્ટ્ર સરકાર શું કરે છે તેના પર સૌ કોઈ નજર છે.