ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 જાન્યુઆરી 2022
ગુરુવાર
ઉત્તર તરફથી આવેલા શીત લહેરની અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે.
મિની કાશ્મીર તરીકે ઓળખાતા હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં મધ્યરાત્રે સતત બીજા દિવસે તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
તાપમાનનો પારો ગગડતા હાલમાં પ્રવાસીઓ મહાબળેશ્વરમાં શિમલા જેવો અનુભવ કરી રહ્યા છે
આ સાથે ધુળે શહેર અને નંદુરબારમાં પણ ઠંડીનો પારો નોંધપાત્ર રીતે નીચે ગયો છે.
આ દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું છે કે મુંબઈ-થાણે સહિત ઉત્તર મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરી સુધી તાપમાન હજુ વધુ ઘટશે. જેમાં મુંબઈ, પૂણે અને નાગપુરમાં સૌથી ઓછું તાપમાન નોંધાશે.