મયુર પરીખ
મુંબઈ
20 ઓગસ્ટ 2020
લોક ડાઉન ને કારણે ઘણા લોકો પાસે એવો સમય ઉપલબ્ધ છે જે પહેલા નહોતો. અમુક વ્યક્તિઓ ની ઓફિસ બંધ છે તો કેટલાક લોકો અડધો દિવસ કામ કરે છે. બીજી તરફ ઘર બહારની એક્ટિવિટી પણ ઓછી થઈ ગઈ છે. સ્કૂલમાં જતા બાળકોને પણ ઘરમાં જ રહેવું પડે છે. આ પરિસ્થિતિમાં એક અણધારી વાત પ્રકાશમાં આવી છે. લોકોએ ઓનલાઇન અભ્યાસક્રમમાં વધુ દિલચસ્પી દાખવી છે જેના પરિણામ સ્વરૂપ સંસ્કૃત ભાષાને ઓનલાઇન શીખનારાઓ ની સંખ્યામાં એકાએક ઉછાળો આવ્યો છે.
કાંદિવલી પશ્ચિમ માં રહેતા અર્જુન વ્યાસ છેલ્લા બે વર્ષથી લોકોને નિશુલ્ક સંસ્કૃત ભણાવે છે. અત્યાર સુધીમાં તેમના દસ દિવસના ક્લાસીસમાં ૧૮૦૦ લોકો શિક્ષણ લઇ ચૂક્યા છે. લોક ડાઉન દરમિયાન સંસ્કૃતનું શિક્ષણ કઈ રીતે આપવું તે એક મોટો પ્રશ્ન હતો. આખરે અન્ય ક્લાસીસ ની જેમ સંસ્કૃત ભાષાને કોમ્પ્યુટર પર ઓનલાઈન ભણાવવાનો તેમણે નિર્ણય લીધો. બધા જ આશ્ચર્ય વચ્ચે જ્યારે ઓનલાઇન એડમિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે જ સમયમાં સૌથી વધુ લોકોએ ઓનલાઇન વર્ગમાં એડમિશન લઈ લીધું. પરિસ્થિતિ એવી પેદા થઈ કે તેમણે લોકોને એડમિશન બીજા બેચમાં લેવા જણાવવું પડ્યું. અર્જુન વ્યાસ દૈનિક બે કલાક લેખે દસ દિવસ સુધી સંસ્કૃત નું શિક્ષણ આપે છે અને કોશિશ કરે છે કે વ્યક્તિ સંસ્કૃતમાં બોલી શકે. તેમનો ધ્યેય માત્ર એટલો જ હોય છે કે સંસ્કૃતનો પ્રચાર અને પ્રસાર થાય. અત્યાર સુધી સંસ્કૃત ના વર્ગમાં યુવાનોની સંખ્યા ઓછી હતી. જોકે અત્યારે જે વર્ષ શરૂ કરવામાં આવ્યા છે તેમાં ઓનલાઇન ભણતરને કારણે યુવાઓની સંખ્યા જ સૌથી વધુ છે. આશ્ચર્યની વાત એ છે કે તેમના વર્ગમાં ભણવા માટે ચાર વ્યક્તિઓ અમેરિકા, ત્રણ વ્યક્તિ યુનાઈટેડ કિંગડમ, એક વ્યક્તિ જર્મની અને મસ્તકથી પણ જોડાય છે. સંસ્કૃત નું હોમવર્ક પણ વોટ્સએપ પર જ કરવાનું રહે છે.
આમ જે ભાષા તમે ભણવા માટે બાળકો શાળાના વર્ગ સુધી પહોંચતા તે બાળકો ઓનલાઇન ભણવા માટે તત્પર છે.
ઓનલાઇન બનાવવા માટે અર્જુનભાઈ એ પોતાની શિક્ષણ પદ્ધતિ પણ બદલી દીધી છે. હવે તેઓ સંસ્કૃત નું શિક્ષણ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ની પદ્ધતિથી આપે છે. તેમના આ વર્ગ થી આકર્ષાઈને જાપાન માં રહેતા લોકોએ સંસ્કૃત ઓનલાઇન વર્ગની માંગણી મૂકી છે. આ વર્ગમાં વિદ્યાર્થી તરીકે ભાગ લઇ રહેલા પ્રકાશભાઈ પટેલ એ જણાવ્યું કે સંસ્કૃતમાં વર્ગ ઓનલાઈન થઈ જવાને કારણે ઘણી સુગમતા રહે છે. મને એ વાતની ખુશી છે કે હવે બહુ જલદી હું સંસ્કૃતમાં બોલતા શીખી જઈશ.
આમ લોક ડાઉન ની એક સકારાત્મક અસર પણ જોવા મળી છે…
