ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
જળયુક્ત શિવાર યોજના બાદ હવે દેવેન્દ્ર ફડણવીસના કાર્યકાળમાં થયેલા વધુ એક કામની તપાસ થશે.
પ્રાપ્ત જાણકારી મુજબ મહારાષ્ટ્રના વીજળી વિભાગે ફડણવીસ સરકારના સમયગાળા દરમિયાન રૂ. 6,500 કરોડના માળખાકીય કાર્યોની તપાસ કરવાનો નિર્ણય લીધો છે.
આ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. સાથે જ તેમને આગામી 1 ડિસેમ્બર સુધીમાં રિપોર્ટ સુપરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હાલમાં રાજ્યની ઠાકરે સરકાર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ડ્રીમ પ્રોજેક્ટ જળયુક્ત શિવાર (તાલાબ) યોજનાની તપાસ કરાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે MSEDCL એ રાજ્યમાં વીજ વિતરણ વ્યવસ્થાને સુધારવા માટે છેલ્લા 14 વર્ષમાં અનેક માળખાકીય વિકાસ કાર્યો હાથ ધર્યા છે.
2007 થી 2014 સુધી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ I હેઠળ રૂ. 12,000 કરોડના કામો કરવામાં આવ્યા હતા, જ્યારે 2014 થી 2019 સુધીમાં, રૂ. 6,500 કરોડના કામો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ II હેઠળ કરવામાં આવ્યા હતા.