Site icon News Continuous Bureau | Mumbai

દ્વારકા: સમુદ્રમાં પીલરો ઊભા કરી બની રહ્યો છે આ સિગ્નેચર બ્રિજ, શ્રદ્ધાળુઓ વાહન મારફતે જઈ શકશે બેટ દ્વારકા

500 મીટર અને 200 મીટર લંબાઈના બે સ્પન બનશે. ઓખા બાજુની બ્રિજની લંબાઈ 1066 અને બેટ દ્વારકા બાજીની 1180 મીટર લંબાઈ રહેશે.

Dwarka signature bridge being constructed

દ્વારકા: સમુદ્રમાં પીલરો ઊભા કરી બની રહ્યો છે આ સિગ્નેચર બ્રિજ, શ્રદ્ધાળુઓ વાહન મારફતે જઈ શકશે બેટ દ્વારકા

News Continuous Bureau | Mumbai

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ યાત્રાધામના વિકાસ માટે કરોડોના ખર્ચે અનેક નવા પ્રોજક્ટની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે દ્વારકામાં પણ શ્રદ્ધાળુઓને સારી સુવિધાઓ મળે તે માટે સરકાર દ્વારા વિકાસકામો ઝડપી કરવામાં આવ્યા છે. દ્વારકામાં ઓખા-બેટ દ્વારકા જવા માટે એકમાત્ર ફેરી બોટની જ વ્યવસ્થા હતી જો કે હવે તેના વિકલ્પ તરીકે સિગ્નેચર બ્રિજ વિકસી રહ્યો છે.

Join Our WhatsApp Channel

રૂ. 900 કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજનું નિર્માણ

ઓખાથી બેટ દ્વારકા જવા માટે શ્રદ્ધાળુઓને હાલ ફેરી બોટનો સહારો લેવો પડે છે. ઓખા-બેટ દ્વારકા વચ્ચે લગભગ 4.5 કિમીનું અંતર છે. ત્યારે હવે આ 4.5 કિમીના અંતરમાં સમુદ્રમાં પીલર ઊભા કરીને રૂ. 900 કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આવનારા ટૂંક સમયમાં જ આ સિગ્નેચર બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જશે અને લોકો વાહન મારફતે બેટ દ્વારકા પહોંચી શકશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર, 2017માં આ સિગ્નેચર બ્રિજ અંગે જાહેરાત કરી હતી. જે અનુસંધાને હાઈવે ઓથોરિટી દ્વારા ખાનગી કંપનીને કન્સ્ટ્રક્શનનું કામ સોંપાયું છે અને હાલ 300 જેટલા ઇજનેરની મદદ દ્વારા સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈ બાદ હવે વસઈમાં જોશીમઠ જેવા હાલ, સેંકડો લોકોના ઘરોમાં પડી તિરાડો.. સ્થાનિકોએ કર્યો આ આક્ષેપ..

બ્રિજ પર 2.5 મીટર પહોળા ફૂટપાથ પણ બનશે

આપને જણાવી દઈએ કે, આ સિગ્નેચર બ્રિજમાં કુલ ત્રણ ગાળા બનાવવામાં આવી રહ્યો છે, જેમાં 500 મીટર અને 200 મીટર લંબાઈના બે સ્પન બનશે. ઓખા બાજુની બ્રિજની લંબાઈ 1066 અને બેટ દ્વારકા બાજીની 1180 મીટર લંબાઈ રહેશે. માહિતી મુજબ, સિગ્નેચર બ્રિજ 27 મીટર પહોળો બનશે. ઉપરાંત બ્રિજ પર 2.5 મીટર પહોળા ફૂટપાથ પણ બનશે. એવી માનવામાં આવી રહ્યું છે કે, આ સિગ્નેચર બ્રિજ આવનારા ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version