News Continuous Bureau | Mumbai
Maharashtra: મહારાષ્ટ્રમાં તમામ ગાયો, ભેંસ, બકરા, ઘેટાં અને અન્ય પશુધન માટે હવે ઈયર ટેગિંગ ઈયર ટેગિંગ ( Ear tagging ) એટલે કે પશુધન આધારકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે અને તેનો અમલ 1 જૂનથી કરવામાં આવશે. જેમાં પશુધનમાં લગાવે ઇયર ટેગ પશુપાલક માટે આધારકાર્ડની જેમ કામ કરશે. આમાં પશુધનને ( livestock ) બાર કોડ ડિઝીટ ધરાવતા ઈયર ટેગ એટલે કે કાનની કડી દ્વારા આગવી ઓળખ મળે છે. આધાર કાર્ડની જેમ આ પશુઓની ઓળખ સુનિશ્ચિત થતાં અતિવૃષ્ટી, ભુકંપ અને રોગચાળા જેવી કુદરતી આફતોમાં પશુ જાનહાની સમયે તે ઉપયોગી નિવડે છે.
1 જુન બાદ મહારાષ્ટ્રમાં ઈયર ટેગિંગ વગર પશુધનની એટલે પશુઓના આધારકાર્ડ વગર ખરીદી અને વેચાણ કરી શકાશે નહીં. તેથી, પશુપાલકોએ તેમના પશુધનના કાન પર ઈયર ટેગિંગ એટલે કે પશુઓનું આધારકાર્ડ માટે રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારે હવે મહારાષ્ટ્રમાં ખેડૂતો અને પશુપાલક ભાઈઓ માટે દરેક નાના-મોટા તમામ પશુધન માટે ઈયર ટેગિંગ લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો તેમ નહીં કરવામાં આવે તો, ઇયર ટેગ વગરના પશુધનને વેટરનરી ક્લિનિકમાંથી ( veterinary clinic ) કોઈપણ વેટરનરી સેવાઓ આપવામાં આવશે નહીં. તેમજ કુદરતી આફતો, વીજળી પડવી અને જંગલી પ્રાણીઓના હુમલાને કારણે મૃત્યુ પામેલા પશુધનના કિસ્સામાં પશુપાલકને ( herdsman ) કોઈ વળતર આપવામાં આવશે નહીં.
Maharashtra: મહારાષ્ટ્રમાં ઈયર ટેગ વગરના પશુધનની ખરીદી અને વેચાણ પણ પ્રતિબંધ..
મહારાષ્ટ્રમાં બજાર સમિતિઓ, સાપ્તાહિક બજારો અને ગામડાઓમાં ઈયર ટેગ વગરના કોઈપણ પશુધનની ખરીદી અને વેચાણ પર પણ પ્રતિબંધ મુકાયો છે. તેથી, જો કોઈ ઇયર ટેગ વગરના પશુઓને બજાર સમિતિમાં લાવવામાં આવે, તો તેની ખરીદી અને વેચાણ ન થાય તેની કાળજી સંબંધિત બજાર સમિતિ દ્વારા લેવામાં આવે તેવી પણ સરકાર દ્વારા વિનંતિ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Upcoming IPO: તમારા પૈસા તૈયાર રાખો, 6 નવા IPO આ અઠવાડિયે શેરબજારમાં આવી રહ્યા છે, 12 IPO લિસ્ટ થશે… જાણો સંપુર્ણ સૂચિ અહીં..
ગ્રામ પંચાયતમાં પણ પશુધનના વેચાણ અથવા પરિવર્તનનું પ્રમાણપત્ર પશુઓના ઈયર ટેગિંગ વિના આપવું જોઈએ નહીં. જો ઇરાદાપૂર્વક નાશ પામેલા પશુઓની ભારતીય લાઇવસ્ટોક સિસ્ટમ ( Indian Livestock System ) પર નોંધણી કરવામાં નહીં આવે તો કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી મળતી નાણાકીય સહાય ચૂકવવામાં આવશે નહીં, જો પશુપાલકો તેમના પશુઓમાં ઇયર ટેગ્સ લગાવતા નથી, તો કુદરતી આફતો, વીજળી પડવાથી અને જંગલી પ્રાણીઓના હુમલામાં માર્યા ગયેલા પશુઓના પશુપાલકને વળતરની રકમ ચૂકવવામાં આવશે નહીં. તેથી પશુપાલકોએ તેના પશુધનના કાનમાં ટેગ લગાવવુ ફરિજીયાત છે એમ પશુપાલન વિભાગ વતી અપીલ કરવામાં આવી છે.