521
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આજે વહેલી સવારે મહારાષ્ટ્ર (Maharashtra) ના નાસિક નજીક રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake) નો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. એનસીએસ (NCS) ના જણાવ્યા અનુસાર, નાશિક (Nasik) થી 89 કિમી પશ્ચિમમાં સવારે 4 વાગ્યાની આસપાસ ભૂગર્ભમાં ટેકટોનિક પ્લેટોની હિલચાલ અનુભવાઈ હતી. ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે ટ્વીટ કર્યું હતું કે મહારાષ્ટ્રના નાસિકથી 89 કિમી પશ્ચિમમાં આજે સવારે લગભગ 04.04 કલાકે 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: આખરે ઈ-કોમર્સ પ્રત્યે ભારત સરકાર કડક થઇ. ઈ-કોમર્સ કંપનીઓ માટે BISની નવી ગાઈડલાઈન આવી. પરંતુ શું ગ્રાહકોની મૂંઝવણ બંધ થશે?
આ ભૂકંપને કારણે કોઈના ઘાયલ થયાના કે પછી નુકસાનના સમાચાર નથી.
You Might Be Interested In