ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
09 મે 2020
એક બાજુ લોકડાઉન ને કારણે ઘરમાં બંધ લોકો ત્યારે ગભરાયી ગયા હતા જ્યારે આજે બપોરે 3.30 વાગ્યાની આસપાસ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. માંગરોળથી 44 દૂર ભુકંપનું એપી સેંટર હોવાનું જાણવા મળ્યું છે જેનો 11.8 ની ઉંડાઈએ ભુકંપનો આંચકો અનુભવાયો હતો. પોરબદરમાં 5 થી 7 સેકન્ડ માટે લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. નાગરવાડા, કુંભારવાડા સહીતના વિસ્તારોમાં લોકો ઘરની બહાર આવી ગયા હતા.આમ આ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. જૂનાગઢના કેશોદમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું સ્થાનિક લોકોએ કહ્યું હતું. આ સાથે ગીરસોમનાથમાં ભૂકંપનો હળવો ઝટકો આવ્યો હતો..